કચ્છમાં નર્મદાનાં પૂરનાં પાણીના કામો અંગે વિધાનસભામાં સવાલ

ભુજ, તા. 18 : માંડવી વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ આજે વિધાનસભાના ગૃહમાં કચ્છના નર્મદાનાં વધારાનાં પાણી અંગેની સ્થિતિના સવાલ કર્યા હતા. શ્રી દવેએ રાજ્યના જળસંપત્તિ વિભાગના મંત્રી મુકેશભાઇ પટેલને સવાલ કર્યો હતો કે, કચ્છ જિલ્લાને ફાળવવામાં આવેલા નર્મદાનાં પૂરનાં પાણીના ઉપયોગ માટેનું આયોજન હાથ?ધરાયું છે કે નહીં ? તો મંત્રીએ જવાબ આપ્યો કે, હા, આયોજન ચાલુ છે. જો આયોજન ઘડવામાં આવ્યું છે તો આજના દિવસે આ પૂરનાં પાણીની પાઇપલાઇનના કામો ક્યા તબક્કે છે તેવો પણ શ્રી દવેએ સવાલ કર્યો હતો. જેનો જવાબ આપતાં મંત્રી કહે છે કે, અત્યારે રૂા. 3448 કરોડના બે કામ પ્રગતિ હેઠળ છે અને?રૂા. 720 કરોડનું એક કામનું ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. અત્યાર સુધી થયેલા ખર્ચનો હિસાબ ધારાસભ્યે માગતાં તેમણે જણાવ્યું કે, આ કામો પાછળ અત્યાર સુધી રૂા. 190.69 લાખનો ખર્ચ થયેલો છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust