વરસામેડીમાં વાહન રોકાવી ત્રણ જણનો યુવાનો ઉપર હુમલો
ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના વરસામેડીમાં વાહન રોકાવીને ત્રણ જણે યુવાન ઉપર હુમલો કર્યો હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. આ હુમલાનો બનાવ ગત તા. 16/3ના રાત્રિના 22 વાગ્યાના અરસામાં અંબાજી સોસાયટીથી આગળ જતા રસ્તા ઉપર બન્યો હતો. વર્ષામેડીમાં અંબાજીનગર-6માં રહેતા દિલીપકુમાર છગનભાઈ હીંડાનિયાએ આરોપી રતન પચાણ રબારી અને અન્ય બે અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ કહ્યંઊy હતું કે, તહોમતદારોએ સોસાયટીના મેન્ટેનન્સ મુદ્દે લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. આ મામલામાં પોલીસે વધુ તપાસ આરંભી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com