મિરજાપરમાં શાળાએ ગયેલી સગીરાનું અપહરણ

ભુજ, તા. 18 : શહેરની ભાગોળે આવેલા મિરજાપરમાં શાળાએ ગયેલી સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે સવારે તેમની સગીર વયની દીકરી શાળાએ ગઇ હતી જ્યાંથી આરોપી સુખદેવ દાદુભા પઢિયાર (રહે. મિરજાપર) લલચાવી-ફોસલાવીને વાલીના કાયદેસરના વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરી લઇ જતાં પોલીસે પોકસો સહિતની કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust