મુંદરા અને પડાણા-ગાંધીધામ માર્ગ પર બાઇકચાલકોને અડફેટે લેતાં મોત

ભુજ, તા. 18 : આજે સવારે મુંદરાના અદાણી પોર્ટ માર્ગ પર અબડાસા તાલુકાના લઠેડીના 45 વર્ષીય બાઇકચાલક રણમલજી માનસંગજી મોડને ટ્રેઇલરે અડફેટે લેતાં તેનું જીવનદીપ બુઝાયું હતું જ્યારે ગઇકાલે રાત્રે ભીમાસરની કંપની ગાંધીધામ આવી રહેલા બાઇકચાલક યોગેશ વનસ્પિતિને પડાણા-ગાંધીધામ માર્ગ પર કોઇ?અજાણ્યા વાહને ટક્કર મારતાં ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. બીજીતરફ અબડાસા તાલુકાના ગુડથરની સીમમાં બાળકના ઝાડ ઉપર 45 વર્ષીય યુવાન હરેશ વેરશીભાઇ મહેશ્વરીએ ગળેફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું. મુંદરામાં થયેલા અકસ્માત અંગે મુંદરા પોલીસ મથકે મુંદરા રહેતા શિવુભા માનસંગજી મોડે લખાવેલી ફરિયાદ મુજબ આજે સવારે નવ વાગ્યાના અરસામાં લઠેડી રહેતા તેમના ભાઇ?રણમલજી મોડ?બાઇક નં. જી.જે. 12 ડી.સી. 8945 લઇને મુંદરાના અદાણી પોર્ટ માર્ગ પર હિન્દ સર્કલ પાસે ટ્રેઇલર નં. જી.જે. 12 એ.યુ. 9730વાળાના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી ટ્રેઇલર ચલાવી બાઇક સાથે અકસ્માત સર્જતાં રણમલજીને માથામાં ગંભીર ઇજા પહોંચાડીને મોત નીપજાવ્યું હતું. મુંદરા પોલીસે ટ્રેઇલરચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતમાં મોત નીપજાવા બદલનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે. બીજીતરફ ગઇકાલે રાત્રે ભીમાસરની કંપનીમાં કામ કરતા મૂળ બિહારના અને હાલે ગાંધીધામના યોગેશ વનસ્પિતિ પોતાની બાઇક નં. જી.જે. 12 ડી.એફ. 3882વાળી લઇને કંપનીથી ગાંધીધામ આવી રહ્યા હતા ત્યારે પડાણાથી ગાંધીધામના માર્ગ પર એચ.પી. પેટ્રોલપંપ સામે કોઇ અજાણ્યા વાહને અડફેટે લેતાં માથાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાના પગલે રામબાગ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે માર્ગ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દરમ્યાન, મહેશ્વરી સમાજના અગ્રણી એવા 45 વર્ષીય હરેશ વેરશીભાઇ મહેશ્વરીએ આજે અબડાસા તાલુકાના ગુડથર સીમમાં કોઇ અકળ કારણસર બાવળના ઝાડ ઉપર ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બહોળું મિત્રવર્તુળ ધરાવતા હરેશભાઇ લાઇટ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા હતા. બનાવના પગલે સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust