નલિયામાં પારો ગગડીને 5.3 ડિગ્રીએ પહોંચ્યો

નલિયામાં પારો ગગડીને 5.3 ડિગ્રીએ પહોંચ્યો
ભુજ, તા. 1 : વાતાવરણમાં  અનુભવાતી વિષમતા વચ્ચે છેલ્લા બે દિવસથી જિલ્લામાં પવનની ઝડપ વધતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કચ્છી કાશ્મીર નલિયામાં લઘુતમ પારો દોઢ ડિગ્રી ગગડીને 5.3 ડિગ્રીએ પહોંચતાં ખાસ કરીને મધ્યરાત્રિથી લઈ સવાર સુધીના સમયગાળામાં કડકડતી ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગ દ્વારા હજુ એક દિવસ આવું વાતાવરણ અનુભવાયા બાદ લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઊંચકાતાં ઠંડીમાં થોડી રાહત મળશે તેવી શક્યતા દેખાડાઈ છે. નલિયાને બાદ કરતાં જિલ્લામાં અન્ય ઠંડીની ધાર જોઈએ તેટલી ધારદાર જોવા મળી નહોતી. ભુજ અને કંડલા (એ.)માં 12, તો કંડલા પોર્ટમાં 14 ડિગ્રી લઘુતમ સામે મહત્તમ પારો 27થી 28 ડિગ્રી વચ્ચે રહેતાં બપોરના સમયે એકંદરે હૂંફાળો માહોલ અનુભવાયો હતો. જો કે સાંજ ઢળતાં ગરમ વત્રો પહેરવા પડે તેવી ઠંડીનો ચમકારો અનુભવવાનું શરૂ થયું હતું.  હવામાન નિષ્ણાતોનું માનીએ તો જિલ્લામાં હવે કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શકયતા ઓછી છે. ક્રમશ: લઘુતમ પારો ઊંચકાવવા સાથે હવે સવાર-સાંજ ઠંડી અને બપોરે હૂંફાળા માહોલવાળા વિષમ વાતાવરણની અનુભૂતિ થશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust