વિદેશ અભ્યાસ ઈચ્છુક છાત્રો માટે કચ્છમાં યુ.કે.ની કંપની શરૂ કરે છે કેન્દ્ર

વિદેશ અભ્યાસ ઈચ્છુક છાત્રો માટે કચ્છમાં યુ.કે.ની કંપની શરૂ કરે છે કેન્દ્ર
કેરા (તા. ભુજ), તા. 1 : યુ.કે., કેનેડા, અમેરિકા, યુરોપ, દુબઈ સહિતના વિકસિત દેશોમાં અભ્યાસ કરવા અને તે પછી સ્થાઈ થવા ઈચ્છુક કચ્છીઓ માટે ખુશખબર રૂપ ઘટનામાં મૂળ સૂરજપર અને છેલ્લા 35 વર્ષથી યુ.કે.માં 127 યુનિવર્સિટી સાથે કામ કરતા આ વિષયના તજજ્ઞ દ્વારા ભુજ ખાતે શિબિર યોજાયો હતો.એજ્યુકેટ મી નામની અજન્સી યુ.કે. સરકાર માન્ય છે અને તે અંગેની તાલીમ માટે 12/2થી માધાપર ખાતે વિશેષ કેન્દ્ર ખુલ્લું મુકાશે. વિકસિત દેશોમાં અભ્યાસ કરી ત્યાં સ્થાઈ થવા માગતા કે સમયગાળમાં કામ કરવા માગતા છાત્ર-છાત્રાઓને માર્ગદર્શન તેમજ વિવિધ કોર્સ માટેની એલાઈટસ સહિતની પરીક્ષાની તાલીમ હવે કચ્છીઓને માધાપર ખાતે અપાશે.તજજ્ઞોની નિમણૂક કરી દેવાઈ હોવાનું મૂળ બ્રિટિશ કચ્છી શિક્ષણવિદ્ વિનોદભાઈ સિયાણીએ કચ્છમિત્રને વિગતો આપતાં ઉમેર્યું હતું. તેણે કહ્યું કે, અમે યુ.કે. રજિસ્ટર્ડ કંપની છીએ અને છેલ્લા 35 વર્ષથી હજારો છાત્ર-છાત્રાઓને સેટલ કર્યા?છે. આ કંપની દક્ષિણ ભારતમાં પણ વિદેશવાંછુઓ માટે કામ કરી રહી છે. અલબત્ત વિકસિત દેશોમાં ભણવાનું મોંઘું છે અને રહેવા-જમવાના ખર્ચ?પણ ઘણા છે તેથી યોગ્ય સલાહ સાથે જવું હિતભર્યું છે. પોતે મૂળ કચ્છના હોઈ વતનના વિદ્યાર્થીઓને વધુ રાહત દરે ચોક્કસાઈ અને વિશ્વસનીય સેવા પૂરી પાડવા માગે છે તે માટે માધાપર ખાતે કેન્દ્ર ઊભું થઈ  રહ્યું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust