વિકલાંગ ટેકનોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિકે બિદડાની મુલાકાત લીધી

બિદડા (તા. માંડવી), તા. 1 : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નવી દિલ્હીના વિકલાંગ પુન:વસન અને સહાયક તકનિકના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પ્રોગ્રામ ઓફિસર ડો. રવીન્દ્ર સિંગએ બિદડા સર્વોદય ટ્રસ્ટની ત્રણ દિવસ મુલાકાત લીધી હતી. જયા રિહેબિલિટેશન સેન્ટરના ડાયરેક્ટર ડો. મુકેશ દોશીના આમંત્રણથી ડો. રવીન્દ્ર સિંગે તા. 27, 28 અને 29 જાન્યુ. દરમ્યાન આઇસીએમઆર સાથે જોડાઇને ટ્રસ્ટના ભવિષ્યના રિસર્ચ પ્લાનિંગમાં કેમ આગળ વધાય એ બાબતે ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા અને ડો. મહેશ દેસાઇ સાથે ચર્ચા અને વિચારણા કરી હતી.ડો. રવીન્દ્ર સિંગે જયા રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત લેતાં જણાવ્યું કે, આ સેન્ટર 40 બેડની સુવિધા ધરાવતું વિશ્વના શ્રેષ્ઠ કેન્દ્રોમાંનું એક છે. શ્રેષ્ઠ સંચાલન અને ટીમ વર્ક માટે જયા રિહેબ સેન્ટરના ડાયરેક્ટર ડો. મુકેશ દોશી, આસિ. ડાયરેક્ટર વીરેન્દ્ર સાંડિલ્ય, ડો. લોગનાથન અને જયા રિહેબ સેન્ટરની ટીમને શુભેચ્છા પાઠવી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા દરવર્ષે યુવા ડોક્ટરો અને વિવિધ સ્પેશિયાલીટીના વરિષ્ઠ નિષ્ણાંતોની ટીમનું સંકલન કરી ફકત 10 દિવસમાં જ 10,000થી વધુ બાળકોની આંખ, દાંત, કાન-નાક-ગળા, ચામડી રોગ, ત્રીરોગ, જનરલ તપાસણી અને ફૂટ સ્કેન બાદ માર્ગદર્શન આપી સારવાર, દવાઓ અને ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તેને વિશ્વની શ્રેષ્ઠ શિબિર ગણાવી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com