ભોજાય ત્રીરોગ શિબિરમાં 20 ઓપરેશન થયાં

ભોજાય (તા. માંડવી), તા. 1 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ તરફથી પ્રતિ માસ મહિલાઓ માટે માતા કસ્તૂરબેન ડુંગરશી ગાલા નવનીત મહિલા કેન્દ્રના ઉપક્રમે ત્રીરોગ શિબિરનું આયોજન કરાયું છે. તે મુજબ 27-28 જાન્યુઆરીના ત્રીરોગ શિબિર યોજાઈ હતી. ગર્ભાશય ગાંઠ, શરીરનું બહાર આવવું જેવી તકલીફવાળી 48 મહિલાની તપાસણી ડો. શિવાની અગ્રવાલ અને ડો. જગદીશે કરી હતી. જે પૈકી 22 દર્દીને ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી બે દર્દીના ઓપરેશનો આવતા કેમ્પ માટે મુલતવી રહ્યા હતા. 20 દર્દીના ઓપરેશનો ડો. દર્શક મહેતા, ડો. રાવજી સોરઠિયા, ડો. જયદીપ નકુમ, ડો. શિવાની તથા ડો. જગદીશે કર્યા હતા. દર્દીઓને એનેસ્થેસિયા ડો. સંદીપ કાપડિયાએ આપ્યા હતા. બે દર્દીને ઓપરેશન માટે અન્ય રિફર કરાયા હતા. ભોજાય સર્વોદય ટ્રસ્ટની ત્રણે પાંખોના સ્ટાફે સાથ આપ્યો હતો. આ શિબિર રોટરી ક્લબ ઓફ મુલુન્ડ (વેસ્ટ) તરફથી પ્રાયોજિત કરાઈ હતી. આગામી ત્રીરોગ શિબિર શુક્રવાર, 24 ફેબ્રુઆરીના યોજાશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com