ઉસ્માન ખ્વાઝા વિના ઓસીની ટીમ ભારત પહોંચી

નવી દિલ્હી, તા.1: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમ બેટ્સમેન ઉસ્માન ખ્વાઝા વિના ભારત પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ તા. 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ પહેલા પ્રવાસી કાંગારુ ટીમ બેંગ્લોરમાં ચાર દિવસ નેટ પ્રેક્ટિસ કરશે. આ માટે ઓસ્ટ્રેલિયાએ બેંગ્લોરમાં એક ખાસ કેમ્પ રાખ્યો છે. ઉસ્માન ખ્વાઝને વિઝાની કોઇ સમસ્યા નડી છે. આથી તે ટીમ સાથે પ્રવાસ કરી શક્યો નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીએ જણાવ્યું છે કે, ખ્વાઝા લગભગ ગુરુવારે સિડનીથી બેંગ્લોર જવા રવાના થશે. આઇસીસી વર્લ્ડ ટસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બન્ને ટીમ આ શ્રેણી ઘણી મહત્ત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા આઇસીસી ક્રમાંકમાં અને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાલ પહેલા સ્થાને છે જ્યારે ભારતીય ટીમ બન્નેમાં બીજા નંબર પર છે. ડબ્લ્યુટીસીના ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઓસિ. સામે સારા અંતરથી શ્રેણી વિજયની જરૂર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 2004 બાદથી ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે તેમનું લક્ષ્ય શ્રેણી જીતનું છે. જો કે ભારતીય સ્પિનરો સામે કાંગારુ બેટધરોની   આકરી કસોટી નિશ્ચિત છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust