મહિલા આઇપીએલની 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન હરાજી

નવી દિલ્હી, તા.1: મહિલા આઇપીએલના ખેલાડીઓની હરાજી 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન થશે. બીસીસીઆઇએ હજુ તારીખ અને સ્થળ નક્કી કકર્યાં નથી, પણ હરાજી મોટાભાગે મુંબઈ અથવા તો દિલ્હીમાં થશે. બીસીસીઆઇએ અગાઉ તા. 6 ફેબ્રુઆરી ઓક્શન માટે નિશ્ચિત કરી હતી પરંતુ ફ્રેંચાઇઝી માલિકો હાલ ઇન્ટરનેશનલ લીગ અને સાઉથ આફ્રિકા લીગમાં વ્યસ્ત છે. આથી હવે 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન મહિલા આઇપીએલના ખેલાડીઓની હરાજી થશે તેવા અહેવાલ છે. આ ઉપરાંત હાલ કોઈ ટીમ પાસે કોચિંગ સ્ટાફ પણ નથી. આથી કયા ખેલાડીઓની ખરીદી કરવા તેની પણ ફ્રેંચાઇઝીઓ સમક્ષ સમસ્યા છે. મહિલા આઇપીએલની પાંચ ફ્રેંચાઇઝી જાહેર થઈ ચૂકી છે. અમદાવાદ ફ્રેંચાઇઝી માટે અદાણી ગ્રુપે સૌથી વધુ 1289 કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીમ ખરીદી છે. અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને લખનઉ મહિલા આઇપીએલની અન્ય ફ્રેંચાઇઝી છે. પુરુષ આઇપીએલમાં દરેક ફ્રેંચાઇઝીના પર્સમાં કુલ 9પ કરોડ રૂપિયા હોય છે. આ સામે મહિલા આઇપીએલની પહેલી સિઝનમાં દરેક ફ્રેંચાઇઝીના પર્સમાં 12 કરોડ હશે. પુરુષ આઇપીએલની હરાજીમાં સેમ કરનને 18.પ કરોડ મળ્યા હતા. જે સામે મહિલા આઇપીએલમાં ટોચની ખેલાડીને વધુમાં વધુ બેથી અઢી કરોડની સેલેરી મળશે તેવું અનુમાન છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust