ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાંથી શ્રેયસ અય્યર બહાર

મુંબઇ, તા.1: ટીમ ઇન્ડિયાનો મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના નાગપુર ખાતે તા. 9 ફેબ્રુઆરીથી રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે. અય્યર તા. 17મીથી દિલ્હીમાં શરૂ થતાં બીજા ટેસ્ટથી ટીમ સાથે જોડાશે. તેની ગેરહાજરીમાં બીસીસીઆઇએ અન્ય કોઇ ખેલાડીનો ભારતીય ટીમમાં સમાવેશ કર્યો નથી. શ્રેયસ અય્યર ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગલાદેશ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના પીઠના સ્નાયૂ ખેંચાઈ ગયા હતા. બાદમાં તેણે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની વન ડે શ્રેણી રમી હતી, પણ હવે તે સારવાર માટે બેંગ્લોર સ્થિત એનસીએમાં રીહેબ કરી રહ્યો છે. તેને હજુ સુધી ફિટનેસ પ્રમાણપત્ર મળ્યું નથી. ભારતીય ટેસ્ટ ટીમમાં સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને ઇશાન કિશન સામેલ છે. આથી શ્રેયસ અય્યરના સ્થાને આ ત્રણમાંથી કોઇ એકને ઇલેવનમાં તક મળી શકે છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust