મોટી રેલડીની વાડીમાંથી 222 દારૂની બોટલ સાથે ચોકીદાર ઝડપાયો

ભુજ, તા. 1 : તાલુકાના મોટી રેલડીની વાડીની ઓરડીમાં સંગ્રહિત કરાયેલી શરાબની 222 બોટલ સાથે તેની ચોકી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે આ કામના અન્ય બે આરોપી દરોડા દરમ્યાન હાજર મળ્યા ન હતા. ગઇકાલે રાત્રે પદ્ધર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે  બાતમી મળી હતી કે, મોટી રેલડીની વાડીમાં મૂળ રતનાલ હાલે ગંઢેર સીમ વાડીવિસ્તારમાં રહેતો બાબુ રાણા રબારી દારૂનો જથ્થો રાખી તેની ચોકી કરી રહ્યો?છે. આથી રાત્રે જ પદ્ધર પોલીસે બાતમીવાળી જગ્યાએ વાડીની ઓરડીમાં દરોડો પાડતાં અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની 222 બોટલ રૂા. 77,700 તથા એક મોબાઇલ જેની કિં. રૂા. 5000 એમ કુલ્લે રૂા. 82,700ના મુદ્દામાલ સાથે બાબુને ઝડપી લીધો હતો. પોલીસે વાડીની માલિકી અંગે બાબુની પૂછતાછ કરતાં તેણે કહ્યું હતું કે, વાડી કોની છે તેની જાણકારી તેને નથી, પરંતુ પંદરેક દિવસ પૂર્વે અહીં તેનો મિત્ર રમજાન ઉર્ફે રમજુ કાસમ ચૌહાણ (રહે. પૈયા તા. ભુજ) લઇ આવ્યો હતો અને અહીં દારૂ રાખજે અને પેટીએ દિવસના 100 રૂપિયા આપજે. આ માલ અંજારનો અલ્પેશસિંહ મહિપતસિંહ ઝાલા આપી ગયો હતો અને વાડી રમજાન અલીમામદ સુમરા (રહે. ભુજ)ની હોવાનું ખુલ્યું છે. દરોડા દરમ્યાન અલ્પેશ?અને રમજાન હાજર ન મળી આવતાં સહઆરોપી તરીકે તેઓ વિરુદ્ધ પણ?પદ્ધર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust