રાપરમાં સમાધાન માટે બોલાવી સાત શખ્સનો યુવાન ઉપર જીવલેણ હુમલો
રાપર, તા. 1 : શિવલખાના વૃદ્ધ ઉપર ધોકા પાઈપ વડે હુમલો કરી હત્યા નિપજાવાયાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં રાપરમાં સાત શખ્સોએ યુવાન ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ મામલે હિતેશ ડાયાભાઈ નટે આરોપીઓ મહેશ પ્રતાપ નટ, ઉમેશ મગનભાઈ નટ, જીગર મગનભાઈ નટ, મુકેશ પ્રતાપ નટ, મનોજ પ્રતાપ નટ, મગન વશરામ નટ અને ડાહીબેન મગનભાઈ નટ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પુર્વ આયોજીત કાવત્રુ રચીને જુના ઝઘડાનું સમાધાન કરવા માટે બોલાવાયો હતો. આરોપીઓએ સાહેદ રોહીતને ગાળો આપી હતી. ગાળો બોલવાની ના પાડતા યુવાનને માથામાં પાઈપ ફટકાર્યો હતો.અને અન્ય આરોપીએ આંખના ભાગે છરી મારી હતી. તેમજ ધકબુસટનો માર માર્યો હતો. યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. પોલીસે મહાવ્યથા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી પોલેસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com