વિદ્યુત લાઇનને નુકસાનમાં આગોતરા જામીન નામંજૂર
ભુજ, તા. 1 : વિગોડી ગામની સીમમાં આવેલી જમીનમાં વિદ્યુત લાઇન પસાર કરવા સંબંધી કાર્યવાહીમાં વળતરને લઇને ચાલી રહેલા વિવાદ દરમ્યાન લાઇન ટ્રિપ કરીને નુકસાન કરવા સહિતના આરોપસર નખત્રાણા પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં આરોપી દેવપર (ગઢ)ના ખેડૂત શિવજી હરશી ધેડા માટે કરાયેલી આગોતરા જામીનની માગણી નામંજૂર કરાઇ હતી. ઇલેકટ્રીસિટી ધારાના કેસો માટેની અત્રેની ખાસ અદાલત સમક્ષ આ આગોતરા જામીન અરજીની સુનાવણી થઇ હતી. ન્યાયાધીશ અધિક સેશન્સ જજ વી.વી. શાહે બન્ને પક્ષને સાંભળી આધાર-પુરાવા તપાસી આગોતરાની માગણી નકારી કાઢતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ એ. મહેશ્વરી રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com