આથમણી બન્ની વિસ્તારમાં સસ્તા અનાજની દુકાને પડતી મુશ્કેલી નિવારો
નાના દિનારા-ફઝલવાંઢ (તા. ભુજ), તા. 1 : આથમણી બન્ની સસ્તા અનાજની દુકાને અનાજ વિતરણમાં પડતી મુશ્કેલીથી લોકો પરેશાન બન્યા છે. સર્વર ડાઉન હોવાથી મુશ્કેલી સર્જાતી હોવાથી આ કામગીરી ઓફલાઈન કરવાની મંજૂરી અપાય એવી રજૂઆત નાયબ મામલતદાર ખાવડાને આવેદનપત્ર પાઠવી કરાઈ હતી. આ અંગે મુતવા મયલખાન હાજી દલીલખાન ગોરેવાલી સસ્તા અનાજની દુકાન-1, મુતવા હકમાઝાદીન લુકમાન સસ્તા અનાજની દુકાન-ધોરડો, જત જીવરાજ સમા સસ્તા અનાજની દુકાન-સરાડા, મુતવા મામદ હાજી ભચાયા સસ્તા અનાજની દુકાન-ગોરેવાલી, જત હાજી કરમ-ભીટારા, સસ્તા અનાજની દુકાન, જત સુમેરીબાઈ હનીફ-ભગાડિયા, મુતવા નિઝામુદ્દીન હાજી શેરમામદ, સસ્તા અનાજની દુકાન-મીઠડીની કચ્છમિત્રના પ્રતિનિધિ ફઝલ સમાને ટાંકીને મુતવા અબ્દુલ કયુમ હેદરખાને જણાવ્યું કે, મશીન અંગૂઠા સ્વીકારતા નથી. કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અંગૂઠા લેવા પડે છે. તુવેરદાળ અને ચણાદાળ પરમિટ ખાંડ સાથે આપવામાં આવે છે. જેથી સરકાર તરફ વિતરણ માટે કમિશન ઓછું મળે છે. કમિશન ઉપરાંત માસિક રૂા. 20,000 ફિક્સ વેતન આપવામાં આવે. એનએફએસએ મુજબ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવામાં આવે છે તેના બદલે ચાર કિલો ઘઉં અને એક કિલો ચોખા આપવામાં આવે તો વિતરણમાં વધારે સરળતા રહે. એવી રજૂઆત સંચાલકો દ્વારા કરાઈ હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com