રવિવારે ભુજમાં વધુ એક સુપર સ્પે. સારવાર કેમ્પ : કે.કે.- સિમ્સનું આયોજન

કેરા (તા. ભુજ), તા. 1 : ડિસેમ્બરમાં 3400થી વધુ દર્દીઓને નિ:શુલ્ક મેડિકલ પરીક્ષણ અને મોટી સર્જરીઓમાં રાહતદરે કેમ્પનું આયોજન કરી ચૂકેલા કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા રવિવારે વધુ એક સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કે.કે. પટેલ હોસ્પિટલ-ભુજ ખાતે કરાયું છે. આ કેમ્પ રૂટિન છે અને આવા વધુ કેમ્પ સમયાંતરે કરવામાં આવશે તેવું ટ્રસ્ટે એક યાદીમાં જણાવ્યું હતું. કેન્સરના છ નિષ્ણાત તબીબ એકસાથે કચ્છ-ભુજમાં દર્દી તપાસી સારવાર કરશે. મૈરિંગો સિમ્સ અમદાવાદ સાથેના આ ઉચ્ચ પરીક્ષણ આયોજનમાં ડોક્ટર કન્સલ્ટેશન નિ:શુલ્ક છે, જ્યારે પેથોલોજી-રેડિયોલોજીમાં 25 ટકા અને દવાઓમાં 10 ટકા રાહત અપાશે. રજિસ્ટ્રેશન 02832 236000, 91043 12022 ઉપર સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી થશે. અગાઉ હૃદય એટેક આવી ગયો હોય, એન્જિયોગ્રાફી કે પ્લાસ્ટી કરાવેલી હોય અથવા કરવાની હોય, છાતીમાં દુ:ખાવો, ચક્કર આવે, હૃદય ધબકારા અનિયમિત સહિતના હૃદયરોગીઓ માટે તબીબ ડો. જયદત્ત ટેકાણી, ડો. મીત ઠક્કર, ડો. હિરેન કેવડિયા, હૃદય પ્રત્યારોપણ,  હૃદયની નસોમાં બ્લોકેજ, નબળાં હૃદયની સર્જરી, વાલ્વ સંબંધી સમસ્યા સહિતની સર્જિકલ સેવા ભારતના શીર્ષ કાર્ડિયોવાસ્કૂલર સર્જન ડો.?ધીરેન શાહ સાથે ડો. અમિત ચંદન, ક્રિટીકલ કેર ડો. ઋગ્વેદ ઠક્કર, ડો. વિપુલ ઠક્કર, ડો. તેજસ નકુમ, ડો. નિશીત રાજ્યગુરુ, મગજ, મણકા, એન્ડોસ્કોપિક ડો. ધુમિલ શાહ, ડો. તુષાર શાહ, ડો. કૌશિક દરજી (યુરો), ડો. અભિલાષ ચોકસી લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરી, ડો. મયંક લિંબાણી (ઓર્થો-સાંધા), ડો. તેજેન્દ્ર રામાણી (ઇન્ટરવેન્શનલ રેડિયો), ડો. વિજય નાવડિયા, ડો. મયુર પાટિલ (નેફ્રો), ડો. નિલેશ ટોકે (ગેસ્ટ્રો), ડો. વિકાસ ગઢવી (કેન્સર), ડો. નીતિન સિંગલ (ઓન્કો સર્જન), ડો. મહાવીર તડૈયા (કેન્સર સર્જરી), ડો. અનધા ઝોપે (કેન્સર), ડો. મોના શાહ (કેન્સર), ડો. મૌલિક ભેસદડિયા, ડો. તસનીમ નાલાવાલા, વધુ સંપર્ક અવનીશ હીરાણી 63576 15206, કેતન આચાર્ય 98251 08257નો સંપર્ક કરી શકાય છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust