પાંચમી સુધી ખાવડાથી ધોરડો સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે કોમર્શિયલ વાહન માટે બંધ કરાયો

ભુજ, તા. 1 : લખપત-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 754-કેનું બાંધકામ ચાલી રહ્યું છે. આગામી જી-20 સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેક્ટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટ્રાફિક નિયંત્રણ કરવું જરૂરી હોઇ ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરીમાર્ગ બંધ રાખવા કાર્યપાલક ઇજનેર નેશનલ હાઇવે ડિવિઝન, ગાંધીધામ દ્વારા ભારે કોમર્શિયલ વાહનો પ્રતિબંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલું, કામગીરી પૂર્ણ ન થતાં પ્રોજેક્ટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આગામી તા. 5મી ફેબ્રુઆરી-2023 સુધી બંધ રાખવો  જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયાએ ભારે કોમર્શિયલ વાહનો માટે સવારના 7 કલાકથી રાત્રિના 21 કલાક દરમિયાન વાહન વ્યવહાર માટે આગામી તા. પાંચમી ફેબ્રુઆરી 2023  સુધી  પ્રવેશબંધી ફરમાવાઇ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust