કચ્છીયતના હિમાયતી દામજીભાઇને કચ્છ ક્યારેય નહીં ભૂલે

કચ્છીયતના હિમાયતી દામજીભાઇને કચ્છ ક્યારેય નહીં ભૂલે
ભુજ, તા. 31 : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન, કચ્છના દાનવીર દામજીભાઇ?એન્કરવાલાનું નિધન કચ્છ માટે મોટો ખાલીપો સર્જશે. કચ્છનાં શિક્ષણ, જીવદયા, લોકસેવા સહિતનાં અનેક કાર્યોને ખોટ?પડી છે, એવી લાગણી વ્યક્ત કરતી જિલ્લાભરની સંસ્થાઓ અને અગ્રણીઓએ દામજીભાઇનાં કાર્યોને યાદ કરી અંજલિ આપી હતી. - ભુજ ચેમ્બર ઓફ કોમર્સ : ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોર અને મંત્રી જગદીશ ઝવેરીએ શ્રદ્ધાંજલિ પાઠવતાં કહ્યું કે, દામજીભાઇએ દુકાળ, વાવાઝોડાં અને ભૂકંપ સમયે જે બેજોડ કાર્યો કર્યાં તેને કચ્છવાસીઓ કયારેય નહીં ભૂલે. તેમના નિધનથી કચ્છે વિકાસ-પ્રગતિ માટે સમર્પિત અગ્રણી ગુમાવ્યા છે. માંડવી ચેમ્બરે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે દામજીભાઇએ આપેલા દાનો માટે ઇતિહાસ રચાયો છે. સમગ્ર જૈન સમાજે સોને મઢ્યું હીરાજડિત ઘરેણું ગુમાવ્યાનું પ્રમુખ વાડીલાલ દોશી, પારસભાઇ શાહ, નરેન્દ્રભાઇ સુરુ, ચંદ્રસેનભાઇ કોટક, અરવિંદભાઇ ગાલા, જેન્તીલાલ શાહ, મહેશભાઇ લાકડાવાલા, મહેન્દ્રભાઇ કંદોઇ, દિનેશભાઇ કોટક, નરેનભાઇ સોની, નવીનભાઇ બોરીચાએ શ્રદ્ધાંજલિ આપી હતી. - પર્યાવરણની સેવા યાદ રહેશે :  : કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના  પ્રમુખ અરવિંદ જોશીએ દામજીભાઇને સંસ્કાર અને સંસ્કૃતિના કબીરવડ સમા ગણાવી શ્રદ્ધાંજલિ આપી હતી. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી તેમજ મહંત સદ્ગુરુ ભગવતપ્રિયદાસજીએ દામજીભાઇને `મહામાનવ' ગણાવતાં તેમના સદ્કાર્યોને યાદ કર્યા હતા. ભૂતકાળમાં સંસ્થાનના કાર્યક્રમ વખતે ત્યારના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ વિશેષ પાઘથી સન્માન કર્યું હતું તે સ્મૃતિ પણ તાજી કરી હતી. `બાપ્સ' ભુજ મંદિરના કોઠારી વિવેકમંગલ સ્વામીએ `કચ્છમિત્ર ભવન'માં રૂબરૂ આવીને અંજલિ આપતાં કહ્યું હતું કે, દામજીભાઇ માનવકલ્યાણ માટે સતત તત્પર રહ્યા, દિલેર દાનવીરના સેવાભાવે અનેકોને પ્રેરણા આપી હતી. પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહએ ઊંડા આઘાતની લાગણી સાથે અંજલિ આપતાં દામજીભાઇને `સારપના સોદાગર' લેખાવ્યા હતા. કોઇ જાતનું અભિમાન કર્યા વિના સરળ, સાલસ, નિખાલસ સજ્જન દામજીભાઇ નબળા વર્ગની મદદ માટે સદાય તત્પર રહ્યા તેવું તેમણે ઉમર્યું હતું. ત્રણ દાયકાથી વધુ સમય પહેલાંના સ્મરણો યાદ કરતાં શ્રી શાહે કહ્યું હતું કે રાજકીય જીવન દરમ્યાન પણ સતત સાથ મળ્યો. 1991માં હરિભાઇ પટેલ સામે ચૂંટણી લડતી વખતે દામજીભાઇ તેમજ કુંવરજીભાઇ, વિશનજીભાઇ ફુરિયાએ જબરદસ્ત સમર્થન આપ્યું હતું. - ઉમદા માનવની ખોટ પડી : માંડવી એન્કરવાલા સરસ્વતી વિદ્યામંદિરના મુખ્ય વ્યવસ્થાપક હીરજીભાઇ કારાણીએ  સ્વ. દામજીભાઈની છબીની વંદના કરી હતી. દાનવીર, ઉમદા માનવ ખોયાનું જણાવ્યું હતું. ટ્રસ્ટીઓ, પ્રધાનાચાર્ય, આચાર્ય અને 600 વિદ્યાર્થીઓએ મૌન પાળી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને જન કલ્યાણ મેડિકલ સોસાયટીએ દાતા દામજીભાઇના નિધનથી કચ્છને ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું સ્થાપક પ્રમુખ ડો. મધુકરભાઇ રાણા, શાંતિલાલ ગણાત્રા, દિનેશભાઇ શાહ, કમલેશભાઇ પાઠક, પ્રતાપભાઇ ચોથાણી, ડો. કૌશિકકુમાર શાહ, અરવિંદભાઇ શાહ, કિરણભાઇ સઘવી, શાંતિલાલ પટેલ, એ.કે. શાહ, નિશાંત શાહ, મહેશભાઇ કંસારા, મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચન્દ્રકાંત ચોથાણીએ ભાવાંજલિ આપી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, હિન્દુસ્થાન નિર્માણ દલ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, રાષ્ટ્રીય કિશાન પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલએ કચ્છ કયારેય પણ દામજીભાઇને ભૂલશે નહીં તેવું જણાવી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઇ તોગડિયા, ગુજરાત અધ્યક્ષ રણછોડભાઇ ભરવાડ, શશિકાંતભાઇ પટેલ, કમલેશભાઇ કોટક, પ્રજ્ઞેશભાઇ ચોથાણી, બાબુભાઇ આહીર, કપિલભાઇ મહેતા, રાજેશભાઇ જેઠી, નવીનભાઇ ચોપડા, મીતાબેન શાહ, હિનાબેન ઠાકર વગેરેએ અંજલિ આપી હતી. - સેવા ભાવના યાદ રહેશે : સિ.સિટીઝન  જયનગર, મહાવીર નગર સિનિયર સિટીઝન કલબ ભુજ પ્રમુખ ભાણજીભા જાડેજા, મધુભાઇ ત્રિપાઠી, કનૈયાલાલ અબોટી, જગદીશચંદ્ર છાયા, નરેન્દ્રભાઇ વ્યાસ, મુકેશભાઇ ઉપાધ્યાયે સેવાભાવનાને  યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા પ્રસાદી ભવન અને શિશુવાટિકા સંતેષી ભવન ભુજ ખાતે કચ્છના સપૂત સ્વ. દામજીભાઇ એન્કરવાલાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વંદના સભામાં મૌન પાળવામાં આવ્યું હતું. સ્વ. દામજીભાઇના નિધનથી કચ્છે એક ઉમદા વ્યક્તિ ગુમાવ્યાનો ખેદ વ્યક્ત કર્યો હતો. - જગડુશા જેવા સખાવતીની વિદાય : ભુજના રોયલ ફાઉન્ડેશન તરફથી અનવર જુમા નોડે, હરિસિંહ જાડેજા, તેજસ ક્ષત્રિય, કાસમ સમેજા, શેઠ જગડુશા જેવા સખાવતીની વિદાયથી શોક વ્યક્ત કર્યો. - શ્રેષ્ઠ મહાજન યાદ રહેશે : વાગડ બે ચોવીસી સ્થા. જૈન મહાજન માધાપરના પ્રમુખ સુરેશ મહેતાએ દામજીભાઇને આદર સહ શ્રદ્ધાંજલિ આપતાં 2019માં તેઓના હસ્તે ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર મળ્યો હતો તે પ્રસંગ યાદ કરી મહાજન પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યા હતા. - નર્મદા માટેની કૂચ અવિસ્મરણીય  : ભુજના ધારાશાત્રી શંકરભાઇ સચદેએ દામજીભાઇને શ્રદ્ધાંજલિ અર્પતાં નર્મદા માટે કરેલાં કાર્યોને યાદ કરી તેમની વિશાળ કૂચને કારણે નર્મદાનો પ્રશ્ન ઉકેલાયો તેનું સ્મરણ કર્યું હતું. - પુસ્તક પ્રેમ અનન્ય  : વિજયરાજજી સાર્વ. પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાય તથા કારોબારી સભ્યોએ દામજીભાઇને અંજલિ આપી પુસ્તકાલયના વિકાસ માટે એમણે આપેલા સહયોગને યાદ કર્યો હતો. - માર્ગદર્શન અમીટ : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટીએ અંજલિ આપી હતી. રામદેવ સેવાશ્રમ પાલારામાં અનુદાન અને માર્ગદર્શનને યાદ કરી અંજલિ આપી હતી. કચ્છના સુખ-દુ:ખના સાથી હતા દેવલમા જીવદયા સત્સંગ સમિતિ ભુજના પ્રેરણામૂર્તિ ઝરપરા નિવાસી દેવલમાએ સ્વ. દામજીભાઇ સાથેના વરસોથી જોડાયેલા સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા. સમિતિના અરવિંદ ગોર, વસંત અજાણી, પ્રફુલ્લ જોષી, વસંત કેશવાણી, નરેન્દ્ર મોતા, નવીન કેશવાણીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. - ગાંધીધામ બ્યૂરો ચાલુ કરવાનું શ્રેય : કંડલા કોમ્પ્લેક્સ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલાના હૈયે હતું. કચ્છમિત્રના પાના ગાંધીધામથી છપાય તેવી નેમ સાથે કંડલા કોમ્પ્લેક્સ માટેના સમાચારો માટે ગાંધીધામમાં કચ્છમિત્ર બ્યૂરો ચાલુ કરવાનું શ્રેય પણ?દામજીભાઇના ફાળે જાય છે તેવું જી.ડી.એ.ના પૂર્વ ચેરમેન મધુકાંત જે. શાહે સદ્ગતના આત્માને પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જણાવ્યું હતું. દામજીભાઇએ કચ્છ માટે સતત ચિંતા સેવી હતી તેવું જૈનમુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.એ મુંબઇથી દુ:ખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું. માંડવી મામલતદાર માધુભાઇ પ્રજાપતિ, જૈન અગ્રણી અમૂલભાઇ દેઢિયા, રાહુલભાઇ વિસનજી સાવલા (બાડા) સહિતના અગ્રણીઓએ દામજીભાઇના નિધનથી સમગ્ર કચ્છને મોટી ખોટ પડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. - સમગ્ર દેશના હિતચિંતક : શ્રી કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્ર અને પાંજરાપોળના પ્રમુખ પ્રભાબેન પોપટે દામજીભાઇને શ્રદ્ધાંજલિ અર્પતાં જણાવ્યું કે, હું 1986માં દુષ્કાળ પડયો ત્યારથી સંપર્કમાં આવી. એ પછી કચ્છમાં સામાજિક કાર્યો અને ચૂંટણી સમયે મળતા. સર્વ સેવા સંઘના દુષ્કાળ રાહતકાર્યો વખતે તારાચંદ છેડા સાથે દામજીભાઇએ ખૂબ દાન આપ્યું. તેમના નિધનથી સાર્વત્રિક સમાજને ખોટ?પડી છે. તેઓ માત્ર કચ્છના જ નહીં સમગ્ર દેશના હિતચિંતક હતા. - હંમેશ કચ્છીજનની પડખે રહ્યા : મોતી પચાણ રાષ્ટ્રીય શાળાના અને નારાયણ સરોવર પાંજરાપોળના દાતા ટ્રસ્ટી જે. કે. ઠક્કરે જણાવ્યું કે, દામજીભાઇએ કચ્છમાં જ્યારે આફત આવી ત્યારે ત્યારે હંમેશા કચ્છીજનોની પડખે રહ્યા. એમની વિદાયથી કચ્છને ઉચ્ચ કક્ષાના દાનવીરની ખોટ પડી છે. - દામજીભાઇ મને `ગુરુજી' કહેતા : પીઢ એડવોકેટ મહેન્દ્રભાઇ કે. શાહે શબ્દાંજલિ આપતાં જણાવ્યું કે, આ સમાજમાં દામજીભાઇ જેવો ઉચ્ચકક્ષાનો માણસ ભાગ્યે જ જોવા મળે. મારા સદનસીબે 1953માં દામજીભાઇ પાલા ગલી સ્કૂલમાં ભણતા ત્યારે હું શિક્ષક હતો. એમની સાથે મારા પ્રેમભર્યા સંબંધો રહ્યા હતા. દામજીભાઇ અને જાદવજીભાઇ મને ગુરુજી તરીકે સંબોધન કરતા. - કચ્છને મોટી ખોટ : કચ્છ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અરવિંદભાઇ જોશી, ચંદ્રકાંત મોતા, દિનેશ છેડા તથા સલીમ ચાકીએ સ્વ. દામજીભાઇને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેમના જવાથી કચ્છને મોટી ખોટ પડી છે. તેમની દીર્ઘદૃષ્ટિથી કચ્છમાં જીવદયા, આરોગ્ય, નર્મદા અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિકાસકામો થઇ શખ્યાં છે, જે કાયમ યાદ રહેશે. - સૌરાષ્ટ્ર ટ્રસ્ટના આધારસ્તંભ : કચ્છમિત્રના પૂર્વ વ્યવસ્થાપક સુરેશભાઇ શાહે દામજીભાઇને સમાજરત્ન અને કચ્છના વિકાસ માટે સદાય તત્પર રહેનારા જગડુશા ગણાવી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના આધારસ્તંભ કહી અંજલિ આપી હતી. - સરળ વ્યક્તિત્વના માલિક : લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સ્વ. દામજીભાઇને અંજલિ આપતાં ટ્રસ્ટની તમામ સેવા પ્રવૃત્તિઓમાં સદાય પડખે રહ્યા હોવાનું જણાવી ટ્રસ્ટને અને કચ્છને તેમની કાયમ ખોટ?સાલશે એવું ઉમેર્યું હતું. - અહિંસાના હિમાયતી : ભુજ છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘ ભુજના ટ્રસ્ટીઓ જગદીશ મહેતા, જીજ્ઞેશ શાહ, પ્રફુલ દોશી, શીતલ શાહ, વસંત ખંડોલ, નરેશ મહેતા તથા વનેચંદ મહેતાએ સદ્ગતને અંજલિ આપતાં તેમને જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતના હિમાયતી લેખાવી કચ્છમાં જીવદયા ક્ષેત્રે તેમના જવાથી મોટો ખાલીપો સર્જાશે એવું જણાવ્યું હતું. આ ઉપરાંત સમાજના વિવિધ?ક્ષેત્રના અગ્રણીઓ મોહનભાઇ જોબનપુત્રા (ભુજ), રસિકલાલ મોરબિયા (રાપર), સંજોટ?પચાણ વીરા, પવનકુમાર ભાનાણી, અશોક માંકડ (ભુજ), પ્રબોધ મુનવર, કમલભાઇ ભટ્ટ, વિભાકર અંતાણી, રજનીકાંત ઓઝા વગેરેએ પણ દામજીભાઇનાં કાર્યોને યાદ કરી અંજલિ આપી હતી. - દામજીભાઈની હાજરી પ્રોત્સાહક હતી : કચ્છ યુવક સંઘના પ્રમુખ ભરતભાઇ?ગોગરીએ જણાવ્યું કે, દામજીભાઇ કહેતા કે હું કચ્છ યુવક સંઘનો કાર્યકર્તા છું. એમની હાજરી અમારા માટે પ્રોત્સાહક રહેતી. તેઓ સંસ્થાને તન-મન-ધનથી સહયોગ આપતા. મારા ગામ છસરામાં દવાખાનાંના 16/1ના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રિત કર્યા ત્યારે તેમણે અંતરથી શુભેચ્છા આપી હતી. કચ્છ યુવક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઇ કારાણીએ કહ્યું, એમને તા. 12/1ના મળ્યો હતો ત્યારે પણ?સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે પૃચ્છા કરી હતી. અમારી ઓફિસ કેમ્પસ કોર્નરમાં હતી ત્યારે અવારનવાર મળવાનું થતું. એન્કરવાલા અહિંસાધામના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સંગોઇએ જણાવ્યું કે, દામજીભાઇ સાથે મારો પારિવારિક સંબંધ હતો. તેઓ 40થી વધુ વર્ષથી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. કચ્છ યુવક સંઘના સ્થાપકોમાંના એક મહેન્દ્રભાઇ વોરાએ જણાવ્યું કે, '83માં સંસ્થાની સ્થાપના કરી ત્યારે દામજીભાઇ સાથે પરિચય થયો હતો. તેઓ અમારા માર્ગદર્શક અને દેશદાઝવાળા માનવી હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust