મોટા અંગિયામાં મિયાવાકી વન ઊભું કરાશે

મોટા અંગિયામાં મિયાવાકી વન ઊભું કરાશે
મોટી વિરાણી, તા. 31 : આગામી દિવસોમાં મોટા અંગિયા ગામ જાપાની ઝાડવાળા ગામ તરીકે ઓળખાશે. આઇસીઆઇસી ફાઉન્ડેશન અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના  સંયુકત પ્રયાસોથી  મિયાવાકી પદ્ધતિથી જાપીની વન ઊભું કરાશે. સરપંચ ઇકબાલ ઘાંચીએ માહિતી આપતાં કહ્યું કે,  ગામના ફરીદપીર વિસ્તારમાં જાપાની પદ્ધતિ આધારિત વન ઊભું કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. મિયાવાકી જાપાનીઝ અકીરા પ્રેરિત પદ્ધતિ છે, જે બહુ ઓછા સમયમાં ગાઢ જંગલનું નિર્માણ કરાવવામાં મદદ કરે છે. આ રીતે જંગલ બનાવ્યા બાદ પ્રથમ ત્રણ?વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂરત રહેતી નથી.મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં  જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત રીત દ્વારા એક જંગલ ઊભું કરવામા 20થી 30 વર્ષનો સમય લાગે છે.આ પદ્ધતિમાં સહયોગ આપનાર ફાઉન્ડેશન ટીમના અશ્વિન જોષી, શાહીદ ચાકી, વિનોદભાઇએ પણ આ પદ્ધતિથી સૂકી ધરતી ઝડપી નંદનવન બની જશે તેવું જણાવ્યું હતું. ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પાર્વતીબેન,  ફાતમાબેન બકાલી, શંકરનાથ, દીપક ગોર, જશીબેન, મેમુનાબેન, આશાવર્કર ભારતીબા, બાલિકા પંચાયતના સરપંચ મુકતાબેન, પરેશ શાહ, રાણાભાઇ, મેહુલભાઇ, નરસિંહભાઇ, બાલિકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust