રામપર (વેકરા)ની બાળકી બાળકવિ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય

રામપર (વેકરા)ની બાળકી બાળકવિ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય
રામપર, તા. 31 : અહીંની બાળકીએ બાળકવિ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગામનું નામ રોશન કર્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર (સાબરકાંઠા) આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ તાજેતરમાં યોજાયો હતો, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી છાત્રાઓ જોડાઇ હતી, જેમાં રામપર (વેકરા) ગામે રહેતી અને કન્યા પ્રાથમિક શાળામાં ધો. 8મા અભ્યાસ કરતી વિદ્યા શામજીભાઇ સંજોટે `લહેરાવું તિરંગો' નામની સ્વરચિત કવિતા રજૂ કરી વિજેતા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યા સંજોટે જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કચ્છનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.આ સિદ્ધિ બદલ માર્ગદર્શક શિક્ષક અનિલભાઇ પ્રજાપતિ, આચાર્ય જ્યોત્સનાબેન વરમોરા, ભુજ ડાયટના પ્રાચાર્ય સંજયભાઇ ઠાકર અને સંયોજક સૂનિલભાઇ યાદવે અભિનંદન પાઠવ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust