આદિપુર અને પડાણામાં યુવાનોએ ગળેફાંસા ખાધા
ગાંધીધામ, તા. 31 : આદિપુરમાં 4-બી વિસ્તારમાં રહેનાર રાહુલ સુભાષ શર્મા (ઉ.વ.20) નામના યુવાને તથા પડાણાની ખાનગી કંપનીમાં વિકાસ નરેન્દ્ર યાદવ (ઉ.વ. 22) નામના યુવાને ગળેફાંસો?ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આદિપુરના 4-બી વિનાયક સોસાયટી પ્લોટ નંબર-3માં રહેનાર રાહુલ શર્માએ ગઇકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેણે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. બીજી બાજુ પડાણામાં આવેલી કચ્છ કેમિકલ નામની કંપનીના યુનિટ નંબર-1માં આપઘાતનો બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરતો વિકાસ યાદવ નામનો યુવાન આ યુનિટમાં આવ્યો હતો અને તેણે પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. આ બંને યુવાનોએ કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તે બહાર આવ્યું નથી. જે માટે આદિપુર તથા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ?ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com