મુંદરાની શિવ ટાઉનશિપમાંથી પાંચ હજારની ચોરી કરનારો ચોર ઝડપાયો
ભુજ, તા. 31 : મુંદરામાં આજે એકસામટા 12 બંધ ઘરનાં તાળાં તોડી ચોરી થઇ હોવાની ઘટનાનાં પગલે હાહાકાર છે, ત્યારે આ વચ્ચે થોડા જ દિવસ પૂર્વે મુંદરાની શિવ ટાઉનશિપમાં ઘરનો નકૂચો તોડી કબાટમાંથી રોકડા રૂા. 5000ની ચોરીનો ભેદ મુંદરા પોલીસે ઉકેલી લીધો છે. મુંદરા પોલીસે બાતમીનાં પગલે ભોરારાથી હાઇવે પર જઇ રહેલા પાતાલસિંહ રીછુસિંહ મીનાવા (આદિવાસી) (રહે. ગુરાડિયા તા. ટાન્ડા, જિ. ધાર, મધ્યપ્રદેશ)ને ઝડપી તેની થેલીની તલાસી લેતાં તેમાંથી તાળાં તોડવા ઉપયોગમાં લેવાતા ગણેશિયો તથા ડિસમિસ તેમજ રોકડા રૂા. 5000 મળી આવતાં પોલીસે તેની યુકિત-પ્રયુકિતથી પૂછતાછ કરતાં તેણે શિવ ટાઉનશિપમાં કરેલી ચોરી કબૂલી લીધી હતી. આમ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી મુંદરા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com