નારાયણ સરોવર અન્નક્ષેત્ર ભોજનાલયના ટ્રસ્ટીઓની થયેલી સર્વાનુમતે વરણી
નારાયણ સરોવર (તા. લખપત), તા. 31 : કચ્છના યાત્રાધામ નારાયણ સરોવર તીર્થક્ષેત્ર અને પાંજરાપોળ ટ્રસ્ટની સામાન્ય સભા તાજેતરમાં પ્રભાબેન પોપટના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વર્ષ 2023થી 2028ના ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરાઇ હતી. નિવૃત્ત થતા પ્રમુખ પ્રભાબેન પોપટની મુખ્ય સલાહકાર તરીકે વરણી કરાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી પ્રભાબેને સંત વાલરામ મહારાજને યાદ કરી ચાલી રહેલા સેવાકાર્યની વિગત આપતાં આરંભમાં જોડાયેલ ટ્રસ્ટીઓ જે. કે. ઠક્કર, અશોક બલિયા, ગંગારામભાઇ ઠક્કર, વેલજીભાઇ રવાણી, નાનજીભાઇ સેજપાલ વગેરેને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગાય અને અબોલ જીવો આપણને પુણ્ય કરવાનું પ્રેરે છે એવી વાલરામ મહારાજની શીખને આજીવન યાદ રાખી જીવનભર સેવાકાર્ય ચાલુ રાખીશ. છેલ્લા 23 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહેલા પ્રભાબેને ટ્રસ્ટના વર્ષ 2023થી 2028ના ટ્રસ્ટીઓ ટ્રસ્ટની પરંપરા મુજબ સર્વાનુમતે ચૂંટાયા એ પરંપરા જાળવી રાખવા શીખ આપતાં એ મુજબ ટ્રસ્ટીઓની વરણી કરાઇ હતી.આ પછી વરાયેલા ટ્રસ્ટીઓમાં પરસોત્તમભાઇ કરશનદાસ ઠક્કર, પંકજભાઇ મંગલદાસ ઠક્કર, ઘનશ્યામભાઇ રસિકલાલ ઠક્કર, તુલસીદાસ ડુંગરશીભાઇ ઠક્કર, ડો. પ્રવીણભાઇ જાદવજી દૈયા, મૂળરાજભાઇ?ગંગારામ ઠક્કર, નરસિંહભાઇ પ્રેમજીભાઇ કોઠારી, રાહુલભાઇ જગન્નાથભાઇ જોષી, ભરતભાઇ?રતનશીભાઇ પટેલ, પ્રવીણભાઇ?કાનજીભાઇ તન્ના, કલ્પેશભાઈ રવિલાલ ઠક્કર, મુકેશભાઇ વિશનજી ઠક્કર, હિતેશભાઇ ચત્રભુજ ઠક્કર, વિરાગભાઇ ધીરેન્દ્રભાઇ શેઠ, જમનાદાસ ડોસાભાઇ ગણાત્રા, અશોકભાઇ ભીમજીભાઇ બડિયા, તેજસભાઇ જેરામભાઇ ગટ્ટા, શૈલેશભાઇ મોહનલાલ ઠક્કરની વરણી કરાઇ હતી.ત્યારબાદ સલાહકાર સમિતિની વરણી કરાઇ હતી, જેમાં ખીમજીભાઇ ભાણજીભાઇ ઠક્કર (મા. ટ્રસ્ટી), નવીનભાઇ?મનજીભાઇ આઇયા, ભરતભાઇ જેરામભાઇ કારિયા, પઠાઇભાઇ હીરજીભાઇ ભાનુશાલી, પ્રદીપકુમાર મોહનલાલ ઠક્કર, વિપુલભાઇ લાલજીભાઇ ઠક્કરનો સમાવેશ થાય છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com