ભુજમાં લોકસુવિધા વધારવા વિવિધ વિકાસકામોને બહાલી
ભુજ, તા. 31 : શહેરનું સફાઈ ટેન્ડર રદ કરવા, ખારીનદી પાસે સ્મશાનમાં 20 લાખના ખર્ચે આરસીસી દીવાલ સાથે ગ્રાઉન્ડ સમથળ કરવા, છ લાખના ખર્ચે આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ પાસે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પર પેરાપેટ વોલ બનાવવા સાથે લાઈટ, પાણી, ગટર અને માર્ગનાં કામોને બહાલી અપાઈ હતી. નવી કચેરીમાં સ્થળાંતર થયા બાદ પ્રથમવાર તાજેતરમાં ભુજ સુધરાઈની કારોબારી બેઠક ચેરમેન જગત વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં શહેરના વિવિધ વિકાસનાં કામોને બહાલી અપાઈ હતી, જેમાં ઉપરોકત કામો ઉપરાંત ખાસ કરીને બેન્કર્સ કોલોનીમાં ગુરુકૃપા એપાર્ટમેન્ટ પાસે બાઉન્ડ્રીવોલનું કામ, સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટને લીગસી વેસ્ટ તેમજ સી.એન્ડ ડી. વેસ્ટનાં કામોમાં ઉપયોગમાં લેવા, ગટર, વોટર સપ્લાય શાખા હસ્તકનાં કામો, નવી લાઈટો લગાડવા તેમજ શહેરમાં વિવિધ લાઈટનાં કામો તેમજ પ્રમુખ દ્વારા રજૂ કરાયેલાં અલગ-અલગ લોકલક્ષી કામોને બહાલી અપાઈ હતી. ઉપરોક્ત સભામાં કારોબારી ચેરમેન ઉપરાંત સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિવિધ સૂચનો કર્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, નવનિર્વાચિત ધારાસભ્ય કેશુભાઇ પટેલ દ્વારા ભુજનાં વિકાસ કામોને લઇ સુધરાઇના હાદ્દારો તથા તમામ સમિતિઓના ચેરમેન સાથે સતત બેઠક યોજી લોકલક્ષી કામોમાં પ્રાધાન્ય આપવા જેવા કામો બાબતે માર્ગદર્શન આપ્યું હતું. અને જે પણ વિસ્તારમાં ગટર-પાણીની લાઇનો ન નખાઇ હોય ત્યાં માર્ગના કામો ન કરવા સૂચવ્યું હતું. તેમના સૂચનને અનુસરીને તાજેતરમાં મળેલી કારોબારી બેઠકમાં ઉપયોક્ત બાબતો ખાસ ધ્યાને લેવાઇ હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com