ડી.પી.એ. બોર્ડ મિટિંગમાં તુણા કન્ટેનર ટર્મિનલ પ્રોજેકટને અંતિમ મત્તું અપાશે
ગાંધીધામ, તા. 31 : દીનદયાલ પોર્ટ ઓથોરિટીની યોજાનારી બોર્ડ મિટિંગમાં મહાબંદરના વિકાસ માટેના વિવિધ પ્રકલ્પોને બહાલી આપવામાં આવશે.આગામી તા.3ના યોજાનારી છઠ્ઠી બોર્ડ મિટિંગમાં તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલના વિકાસ, તુણા ટેકરાની કંડલા ક્રીકની બહાર બહુહેતુક કાર્ગો બર્થના વિકાસ સહિતના પ્રકલ્પને બોર્ડ દ્વારા અંતિમ મત્તું આપવામાં આવશે. આ ઉપરાંત બી.ઓ.ટી. ધોરણે તુણા ટેકરા કન્ટેનર ટર્મિનલ પ્રોજેકટ માટેના સંખ્યાત્મક અને ગાણેતિક મોડેલ અભ્યાસ હાથ ધરવા માટે સી.ડબલ્યુ.પી.આર.એસ.ને કોન્ટ્રેક આપવાના નિર્ણયને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત કંડલા બંદરે બે સ્ટીલ હલ મુરિંગ લોન્ચ પાંચ વર્ષ માટે ખરીદવા, ગોપાલપુરી પોર્ટ કોલોની ખાતે એઁ, બી, સી, ડી પ્રકારના નવા કવાર્ટરનું બાંધકામ કરવા, પોર્ટ ઉપર કાર્ગો જેટી વિસ્તારમાં પ્લોટના ડેવલોપમેન્ટ કરવા, નવા 64 જેટલા વાહનો ત્રણ વર્ષના કોન્ટ્રેક માટે લેવા તેમજ અન્ય વહીવટી અને પોર્ટના વિકાસ કામોને બહાલી આપવામાં આવશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com