નખત્રાણામાં આયોજિત ક્રિકેટ સ્પર્ધામાં ભુજની ટીમ વિજેતા

નખત્રાણામાં આયોજિત ક્રિકેટ  સ્પર્ધામાં ભુજની ટીમ વિજેતા
નખત્રાણા, તા. 9 : અબોટી ક્રિકેટ ક્લબ-કચ્છ દ્વારા અહીં એ.પી.એલ.-8નું તાજેતરમાં આયોજન કરાયું હતું, જેમાં ભુજની નીલકંઠ વોરિયર્સ ટીમે મેદાન મારતાં તેને ઈનામો અપાયાં હતાં. આઈ.પી.એલ.ની જેમ જ સમાજના ખેલાડીઓની હરાજી કરાઈ હતી. ટૂર્નામેન્ટનો આરંભ દીપ પ્રાગટયથી કરાયો હતો. અગ્રણીઓ લાભશંકરભાઈ, મનોજભાઈ, મહેશભાઈ ભટ્ટ, કનૈયાલાલ ભટ્ટ, હરિઓમ અબોટી, નરેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, ઉમેદભાઈ વગેરેના હસ્તે ઉદ્ઘાટન વિધિ કરાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ટીમ સ્પોન્સર તરીકે ઉમા જ્વેલર્સ, નીલકંઠ વોરિયર્સ, ટાઈટન્સ અને બંકીમ બ્લાસ્ટર્સના આશિષ અબોટી, વિરલ અબોટી, તેજસ ત્રિવેદી તથા જેમીન અબોટીનો સહયોગ સાંપડયો હતો. નીલકંઠના હાર્દિક અબોટી મેન ઓફ ધી સિરીઝ, બંકીમ બ્લા.ના જય અબોટી બેસ્ટ બેટ્સમેન, મિહિર અબોટી બેસ્ટ બોલરને ઈનામો અપાયાં હતાં. નીલકંઠે બંકીમ બ્લાસ્ટર્સને હરાવીને અંતિમ જંગ જીત્યો હતો. ટ્રોફીના દાતા નખત્રાણાના સ્વ. મૂળવંતરાય જોષી પરિવાર રહ્યા હતા. અંતમાં કશ્યપભાઈ અબોટીએ આભારવિધિ કરી હતી.

© 2023 Saurashtra Trust