નખત્રાણાના નેત્ર નિદાન કેમ્પમાં 250 દર્દીની તપાસણી

નખત્રાણાના નેત્ર નિદાન કેમ્પમાં  250 દર્દીની તપાસણી
મોટી વિરાણી, તા. 17 : રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને નખત્રાણા લોહાણા મહાજન આયોજિત 47મા નેત્ર નિદાન મેગા કેમ્પમાં 250 દર્દીની વિનામૂલ્યે તપાસણી કરાઇ હતી. 57 દર્દીઓનાં ઓપરેશન કરાયાં હતાં. મુખ્ય દાતા હરેશભાઇ દામજી પલણ પરિવારના છાયાબેન વિવેકભાઇ પલણના હસ્તે દીપ પ્રાગટયથી કેમ્પનો આરંભ કરાયો હતો. આંખની રોશની ગુમાવનાર વ્યક્તિને દયનીય હાલતમાંથી મુક્તિ અપાવી દૃષ્ટિના અજવાળા પાથરવાનું માનવસેવાનું કાર્ય સરાહનીય છે, તેવું અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઇ પલણે આ માનવ સેવામાં તન, મન, ધનથી સહયોગ આપતાં સેવાભાવીઓનો આભાર માન્યો હતો. ક.જી. લોહાણા મહાજનના મહામંત્રી મહેન્દ્રભાઇ ગટ્ટાએ લોહાણા મહાજન દ્વારા પ્રતિ માસે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓને સંતોષકારક અપાતા સેવાકાર્યને બિરદાવ્યું હતું. ડો. અલ્કેશ શેરડિયા તથા લેબોરેટરી તપાસ હિંમાશુ ભટ્ટે સેવા આપી હતી. સ્વાગત પ્રવચનમાં નીતિનભાઇ ઠક્કરે કેમ્પની રૂપરેખા આપી હતી. વિશનજીભાઇ પલણ, પ્રાગજીભાઇ અનમ, જગદીશભાઇ પલણ, ભરતભાઇ પલણ, અમૃતલાલ ગણાત્રા, છગનલાલ આઇયાએ ઓપીડી-વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન મેહુલભાઇ દાવડા, આભારવિધિ રમેશભાઇ રાજદેએ કરી હતી.

© 2023 Saurashtra Trust