તંત ન હોય એ સંતની સાચી ઓળખ

તંત ન હોય એ સંતની સાચી ઓળખ
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 30 : અહીંના કબીર આશ્રમના બ્રહ્મલીન મહંત સેવાદાસજી સાહેબ ગુરુ સુરતીદાસજી સાહેબની ચોથી નિર્વાણતિથિની ઉજવણી કરાઇ હતી. દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય અવતારને સાર્થક કરી જન્મ-મરણના ફેરાની જંજાળમાંથી છૂટવા સંત અને શાત્રોનાં વચને ચાલવું અનિવાર્ય છે, તેવું સંત સભામાં આશીર્વચન આપતાં સંતો જગજીવનદાસજી (બિબ્બર), દિલીપ રાજા કાપડી (મોરજર), સુરેશ બાપુ, ભરતદાસ (વાંઢાય), ચરણદાસ સાહેબ, ગુણવંતસાહેબ (લાકડિયા)એ જણાવી- મનુષ્યએ જીવનમાં આચરવા માટેના સત્વ ગુણોનું વર્ણન કરતાં જણાવ્યું કે, જીવન કામ-ક્રોધ-મદમોહ રહિત હોય, જીવનમાં કોઇ પણ જાતનો તંત ન હોય એ સંતની સાચી ઓળખ છે. બ્રહ્મલીન સંત સેવાદાસજી જીવનની છેલ્લી ઘડી સુધી નિર્મોહી રહી કોઇ પણ જાતના ભૌતિક સુખથી પર રહી લોકોને શ્રેયનો માર્ગ ચીંધ્યો હતો, તેવું આશીર્વચન આપતાં સાધ્વી જયશ્રી માતાજીએ સેવાદાસજીને તંતથી રહિત સંત તરીકે ઓળખાવ્યા હતા. આ પ્રસંગે સંતો કાંતિલાલ ભગત (અરલ), કંકુમા (આણંદસર), શાત્રી શ્યામસુંદર મારાજ ઉપસ્થિત રહ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પદે ચૂંટાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાનું કબીર આશ્રમ સેવા સમિતિના અગ્રણી અબજી બાપાએ શાલ ઓઢાળી સન્માન કર્યું હતું. માવજીભાઇ રૂડાણી, જેઠાભાઇ પટેલ, ઇન્દ્રજીત ઝાલા (મોટા ટીંબા-વડોદરા), નાગજી સાહેબ (નાગલપર), ધનસુખ બાથાણી, સરપંચ ગોવિંદભાઇ બળિયા, ઉપસરપંચ રતિલાલ સેંઘાણી, સૂર્યકાંત ધનાણી, દીપકભાઇ આઇયા, હિતેશ કારિયા સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ સમિતિના અગ્રણીઓ વિશ્રામભાઇ, ચંદુભાઇ (ધર્માદાબાદ), મનોજભાઇ માનાણી, મોહનભાઇ છાભૈયા, શાંતિલાલ બાથાણી, વાલુમા, ગોવિંદભાઇ પટેલ, દિલીપભાઇ ખીમાણી, દિનેશભાઇ પાંચાણી, ઘનશ્યામ નાયાણીએ સંતોનું સન્માન કર્યું હતું અને વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન-આભારવિધિ સુરેશદાસજીએ કરી હતી.

© 2023 Saurashtra Trust