લુડિયા પાસે કાર-ટ્રક અથડાતાં ત્રણ ઘાયલ

ભુજ, તા. 30 : ખાવડા ધોરીમાર્ગ પર ગઈકાલે કાર અને ટ્રકના અકસ્માતમાં ત્રણ ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. આ અકસ્માત અંગે ખાવડા પોલીસ મથકે ભુજના અબ્દુલ મજીદ મામદ નોડેએ લખાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે સાંજે સ્વિફ્ટ કાર નં. જી.જે.-12- ડીએસ-0964માં બેઠા હતા અને ગાડી મોહમદ અમીન હસન ચલાવી રહ્યા હતા ત્યારે લુડિયા ત્રણ રસ્તાથી આગળ સામેથી ટ્રક નં. જી.જે.-12-બીવી-8877ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી ટ્રક ચલાવી કાર સાથે અકસ્માત કરતાં ફરિયાદી અબ્દુલ તેમજ મોહમદ તથા અમર અલીઅસગર સૈયદને ઈજા પહોંચતા 108 મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. ફરિયાદી અબ્દુલને અસ્થિભંગ તથા અન્યોને સામાન્ય ઈજા પહોંચી છે.

© 2023 Saurashtra Trust