મતદાતાની જાગૃતિથી જ દેશ સશક્ત બને છે

મતદાતાની જાગૃતિથી જ દેશ સશક્ત બને છે
અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી હોલમાં આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં મતદાન માટે લોકજાગૃતિની સઘન ઝુંબેશ બદલ જન્મભૂમિ પત્રો પરિવારના કચ્છમિત્રને રાજ્ય ચૂંટણી કમિશનર સંજયપ્રસાદ તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના હસ્તે વિશેષ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. લોકશાહી પર્વમાં વધુ ને વધુ મતદારો જોડાય એ માટેના ઉદ્દેશ સાથે કચ્છમિત્ર દ્વારા હાથ ધરાયેલા વિશેષ અભિયાનને ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા ખાસ સન્માનિત કરવામાં આવ્યું હતું. આ વિશેષ એવોર્ડને કચ્છમિત્રના મેનેજર શૈલેષ કંસારા તથા મદદનીશ તંત્રી નિખિલ પંડયાએ સ્વીકાર્યો હતો. આ અભિયાનમાં ગ્લોબલ કચ્છ સંસ્થા કચ્છમિત્ર સાથે જોડાઇ હતી. કચ્છમિત્ર અને ગ્લોબલ કચ્છ સંસ્થાના મતદાર જાગૃતિ અભિયાનના પરિણામે વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં 65,956નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો, જેની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ હતી.  આ બહુમાન સાથે કચ્છમિત્રની યશસ્વી સફરમાં વધુ એક સીમાચિહ્નનો ઉમેરો થયો છે.આજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત મૈં ભારત હું  ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે વર્ચ્યુઅલી અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, જેમ એક એક બૂંદથી ઘડો ભરાય છે એમ એક એક મતથી સરકાર રચાય છે. પ્રત્યેક મતદાતા દ્વારા તર્કબદ્ધ નિર્ણય અને પ્રબુદ્ધતાથી કરાતા મતદાનથી જ રાજ્ય અને દેશ સશક્ત બને છે. પ્રત્યેક મતદાતાના પોતાના મતના મહત્ત્વને સમજીને રાષ્ટ્ર નિર્માણમાં લોકકલ્યાણ હેતુ માનવતાની ભલાઈ માટે થતા મતાધિકારના ઉપયોગથી અખંડ, સશક્ત અને મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાના સૌથી વિશાળ લોકશાહી દેશ ભારતની જનતાને સ્વતંત્રતાપૂર્વક મત આપવાનો અધિકાર છે. પી. ભારતીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વની સૌથી મોટી અને ગૌરવવંતી લોકશાહી તથા કરોડો મતદારોના અધિકારની ઉજવણીનો કાર્યક્રમ છે. લોકતંત્રને છાજે તેવી વ્યવસ્થા સાથે કરોડો મતદારોના સહયોગથી શાંતિપૂર્ણ ચૂંટણીઓ સંપન્ન કરવામાં આવી છે.રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 5ાંચ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા બે પોલીસ અધીક્ષકો, ત્રણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નવ ઊછઘ/અઊછઘ, છ છઘ/અછઘ, પાંચ નોડલ ઓફિસર,10 બૂથ લેવલ ઓફિસર, બે મીડિયા સેન્ટર, બે કેમ્પસ એમ્બેસેડર, ચેમ્બર ઓફ કોમર્સ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના 5ાંચ અધિકારી-કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યૂથ વોટર ફેસ્ટિવલ-2022 તથા નેશનલ વોટર અવેરનેસ કોન્ટેસ્ટ-2022માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર સ્પર્ધકોને પણ મુખ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદના હસ્તે પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક, ગાંધીનગર જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust