ભચાઉ ખાતે યોજાયેલા 86મા યુરોલોજી કેમ્પમાં 14 દર્દીનાં ઓપરેશન થયાં

ભચાઉ ખાતે યોજાયેલા 86મા યુરોલોજી કેમ્પમાં 14 દર્દીનાં ઓપરેશન થયાં
ભચાઉ, તા. 25 : વાગડ કલા કેન્દ્ર મુંબઈ દ્વારા તાજેતરમાં  યોજાયેલા બે દિવસીય યુરોલોજી કેમ્પમાં પથરીના દર્દીઓના ઓપરેશન થયા હતા. કરૂણાસાગર મહિલા મંડળ ગોરેગાંવ(કચ્છ વાગડ)ના નવલબેન શીવજી ફરીયા (આધોઈ), અમૃતબેન સુરેશભાઈ ફરીયા (ભચાઉ)નો આર્થિક  સહયોગ સાંપડયો હતો. મુંબઈના યુરોલોજીસ્ટ ડો.ધીરજ શાહ, ડો. અતુઈ મોકાશી,  ડો.અક્ષય પેડનેકર, ડો.અમિત ગાલા, એનેસ્થેટીક ડો.ઈલા શાહ, ડો. જાન્વી કુરીયા, ડો. દિપાલી રાજપાલ, ડો. વિદ્યા હેરેકર, વાગડ વેલ્ફેર હોસ્પિટલના ડો. વિજય નંદુ (એમ.ડી. ફીઝીશીયન), ડો. નિખિલેશ પટેલ, ડે. મુકેશ સથવારા,  ભચાઉના જનરલ સર્જન  ડો. અનીલ મેવાડાએ  દર્દીઓને તપાસ્યા હતા. કેમ્પ દરમ્યાન  પથરી અને પ્રોસ્ટેટના 14 ઓપરેશન કરવામાં આવ્યા હતાં અને બહોળા પ્રમાણમાં દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આયોજનને સફળ બનાવવા  વાગડ કલા કેન્દ્રના પ્રમુખ જગશીભાઈ વેરશી દેઢીયા, ડે.કાંતિ સાવલા, ડો. જયંતિ સત્રા, નલીની ગાલા, કેતન ગડા અને વાગડ સર્વોદય ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મનોહર શાહ, તલકશી નંદુ, ટ્રસ્ટી ડો. વિજય નંદુ,વાગડ વેલ્ફેર હોસ્પિટલના વહીવટી અધિકારી ઈશ્વર ઓઝા, શિતલ જોષી, તબીબો, ઓ.ટી., નર્સિંગ અને જનરલ સ્ટાફ સહયોગી બન્યો હતો. આગામી યુરોલોજી કેમ્પ તા. 25 અને 26 માર્ચના અને સર્જીકલ કેમ્પ આગામી તા. 11 અને 12 માર્ચના યોજાશે. જેનો  જરૂરીયાતમંદોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust