વસંત પંચમીના લગ્ન મંડપમાંથી ઊઠીને કતલ માટે જતી ગાયો બચાવી શહીદ થયા

વસંત પંચમીના લગ્ન મંડપમાંથી ઊઠીને કતલ માટે જતી ગાયો બચાવી શહીદ થયા
ભુજ, તા. 25 : ધમરક્ષક વીર જશરાજ પોતાના લગ્ન મંડપમાંથી ઊઠીને કતલ માટે જતી ગાયોને બચાવી તા. 22-1-1058 વસંત પંચમીના શહીદ  થયા હતા. તેમને રઘુવંશી સમાજ દ્વારા શૌર્ય દિન ઊજવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કોઠારા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા વીર જશરાજને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભજન-કીર્તન, દુહા, છંદ વનરાજસિંહ જાડેજા, સુરેશ રૂપારેલ, ભાવેશ સોનાઘેલાએ રજૂ કર્યા હતા. સહમંત્રી તુલસીદાસ ધીરાવાણી અને રમેશ ભગદેએ જીવનચરિત સાથે શૌર્યગાથા વર્ણવી હતી. પૂજનવિધિ મનોજ અબોટીએ કરાવી હતી. પ્રસાદના દાતા સ્વ. ઠા. બાબુભાઇ મોરારજી ધીરાવાણી પરિવાર વતી મિહિર ધીરાવાણી હાજર રહ્યા હતા. માંડવી લોહાણા મહાજનના યુવક મંડળના સ્મિથ ઠક્કર અને લોહાણા મહાજનના મંત્રી પ્રવીણભાઇ પોપટે પુષ્પાંજલિ આપી હતી. મહાજન પ્રમુખ ગોકુલભાઇ તન્ના, રમણીકભાઇ રામચંદા, કિશોરભાઇ ભીંડે, દિલીપભાઇ ઠક્કર, દિનેશભાઇ કતિરા, ડો. આદિત્યભાઇ ચંદારાણા, નિમેષભાઇ ચંદારાણા વિ. ઉપસ્થિત રહ્યા હતા. મુલુંડ વીર જશરાજ દાદા મંડળ દ્વારા સાંજે વીર જશરાજ દાદા માર્ગના બોર્ડ ફલકની અગરબત્તી પૂજનવિધિ કરાઇ હતી. પ્રમુખ જગજીવનભાઇ તન્ના, ઉપપ્રમુખ હીરાલાલભાઇ મૃગ મહામંત્રી લાલજીભાઇએ વંદના કરી હતી. અંબાજીધામમાં વીર જશરાજ દાદા મૂર્તિ સમીપ સામૂહિક આરતી કરાઇ હતી. મુલુંડમાં ગૌશાળાના ગૌવંશ માટે વિશાળ રેલી કાઢવામાં આવી, મહાજનવાડીમાં દરિયાસ્થાન હોલમાં ધૂપ, આરતી કચ્છી લોહાણા મહાજન મુલુંડના ટ્રસ્ટીઓ જાદવજીભાઇ ઠક્કર અને વસંતભાઇ ચંદેની ઉપસ્થિતિમાં કરાઇ હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust