ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓના ફાળા પર પ્રકાશ પડાયો

ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓના ફાળા પર પ્રકાશ પડાયો
ભુજ, તા. 25 : `આઝાદી કા અમૃત મહોત્સવ' અને `હર ઘર તિરંગા' અંતર્ગત મહારાણીશ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભુજ ખાતે `ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનો ફાળો' વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં જાણીતા કેળવણીકાર અને ગાંધી વિચારધારાના હિમાયતી રમેશભાઇ સંઘવીએ ગુજરાતની મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષે પ્રકાશ પાડયો હતો. સૌપ્રથમ શિક્ષણવિદ, કેળવણીકાર પ્રા. રમેશભાઇ સંઘવીનું પ્રાચાર્ય સંજય ઠાકરે સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ શિશુકુંજના ગીતાબેનનું પુસ્તક આપીને એચઓડી દક્ષાબેને સ્વાગત કર્યું હતું. વકતા દ્વારા વિવિધ બનાવો અને વ્યક્તિ વિશેષ જેવા કે 1857નો વિપ્લવ, દેશનેતા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બિપીનચંદ્રપાલ વિ.ની પણ વાત કરી હતી. તેઓના જણાવ્યા અનુસાર હજારો જેટલી મહિલાઓ સંગ્રામમાં જોડાઇ હતી જેમાં આશરે 561 જેટલી મહિલાઓએ તો જેલયાત્રા પણ કરી હતી. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલની દીકરી મણીબેનનું દેશ માટેનું જે યોગદાન રહ્યું તેની માહિતી આપી હતી. મણીબેનમાં સાદાઇ, કરકસર, ત્યાગ, કષ્ટ, તપ, તિતિક્ષા વિ. જેવા ગુણો હતા. મણીબેનની વિશેષતા એ હતી કે, સરદાર પટેલ જે કંઇ કરી શકયા તે મણીબેનના કારણે જ આમ, તેમણે આદર્શ દીકરીનું ઉદાહરણ પૂરું પાડયું તેવું જણાવ્યું હતું. ડી.આર.યુ શાખાના સંચાલક સુનિલભાઇ યાદવે આભારવિધિ કરી હતી. બી.એડ. અને ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust