15મા નાણાપંચની 10.92 કરોડની ગ્રાન્ટનું આયોજન

15મા નાણાપંચની 10.92 કરોડની ગ્રાન્ટનું આયોજન
ભુજ, તા. 25 : 15મા નાણાપંચના વર્ષ 2023-2024ના કુલ્લ રૂા. 10.92 કરોડના આયોજનને સામાન્ય સભામાં બહાલી અપાઇ હતી. કચ્છને ફાળવાયેલી ગ્રાન્ટ પૈકી જિલ્લા કક્ષાની 10 ટકા ગ્રાન્ટમાંથી 4.36 કરોડ અનટાઇડ ગ્રાન્ટ અને 2.43 કરોડ પાણીનાં કામો માટે, 4.11 કરોડ સ્વચ્છતાને લગતા કામોની મળી કુલ્લ 6.55 કરોડ ટાઇડ ગ્રાન્ટનું આયોજન કરાયું હોવાનું અધ્યક્ષીય સંબોધનમાં પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું. વર્ષ 2020-21 અને 2021-22ના ફેરફાર કરાયેલાં કામોને બહાલી અપાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી માંડવી તાલુકાના તલવાણા અને રત્નાપર પ્રા.આ. કેન્દ્ર નવા બનાવવા, મુંદરા તા.ના ઝરપરાની જૂની ડિસ્પેન્સરી અને મકાનો તોડી સમાજ ઉપયોગી કાર્ય માટે ગ્રા.પં.ને એન.ઓ.સી. આપવા, મુંદરામાં રસ્તો પહોળો કરવા 350 ચો.મી. જમીન અને 90 ઝાડની જગ્યા નગરપાલિકાને સોંપવા, ભુજ તા.ની સાડઈ ગ્રામ પંચાયતમાંથી વડલીને અલગ કરવા ઠરાવ ઉપરાંત ભચાઉથી નારાયણ સરોવર ફોરલેન રોડ મંજૂરી અર્થે સરકારમાં દરખાસ્ત મોકલવા ઠરાવ કરાયો હતો. સંચાલન સભ્ય સચિવ ડીડીઓ ભવ્ય વર્માએ કર્યું હતું. ઉપપ્રમુખ વણવીરભાઇ સોલંકી મંચસ્થ રહ્યા હતા. 40માંથી 33 સભ્યો સામાન્ય સભામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના સભ્યો મામદ જત અને તકીશા સૈયદે બન્નીમાં દબાણો દૂર કરવાની કાર્યવાહીનો વિરોધ કરતો ઠરાવ કરવા આગ્રહ કર્યો હતો જેને પ્રમુખે મામલતદાર અને કલેક્ટર દ્વારા કામગીરી થતી હોવાનું જણાવ્યું હતું. દયાપર પ્રા.આ. કેન્દ્રની લેબમાં પૂરા રિપોર્ટ ન થતાં હોવાનું અને ડોક્ટર ન હોવાની રજૂઆત કરાતાં પ્રમુખે બોન્ડેડ ડોક્ટરો પરીક્ષાના કારણોસર ગયા હોવાનું જણાવી લેબમાં સાધનો પૂરતા છે ને તેવો સવાલ ઉઠાવ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust