સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી માતૃભૂમિનું ઋણ ચૂકવવું આપણી નૈતિક ફરજ

સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી માતૃભૂમિનું ઋણ ચૂકવવું આપણી નૈતિક ફરજ
માંડવી, તા. 25 : હરિપ્રભા અનુમોદના ટ્રસ્ટ ભુજ દ્વારા બે સેવાભાવી વ્યક્તિ વિજયભાઈ છેડા ચેરમેન બિદડા સર્વોદય ટ્રસ્ટ તથા ડો. હર્ષદભાઈ ઉદેશી માંડવીના કાર્યની અનુમોદના અર્થે પ્રિતમ ગુર્જર ભવનના હોલ માંડવી મધ્યે અમેરિકા વસતા મુળ માંડવીના જૈનરત્ન ડો. ધીરજભાઈ શાહના અધ્યક્ષસ્થાને અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અતિથિવિશેષ પદે સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના અધ્યક્ષ ડો. ધીરજભાઈ શાહે દરેક ભારતીય પોતાની સંસ્કૃતિને યાદ રાખે છે તે વિશ્વના ગમે તે ખુણે હોય પણ સનાતન ધર્મની સંસ્કૃતિને સેવાની જ્યોત પ્રગટાવી માતૃભૂમિનું ઋણ ચુકવવું એ આપણી ફરજ છે. સંસ્થા દ્વારા દર વર્ષે 2-3 વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન કરવાનું નક્કી કરાયાનું તેમણે જણાવ્યું હતું. અનિરુદ્ધભાઈ દવેએ હરિપ્રભા અનુમોદના ટ્રસ્ટની કામગીરીને બિરદાવી પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, ગોકુલદાસ ખીમજી પરિવાર, ડો. નવીનભાઈ મહેતા, ડો. ધીરજભાઈ શાહ વિગેરે અનેક કચ્છીઓની સેવાભાવનાની અનુમોદના કરી હતી.વિજયભાઈ છેડાએ આભારની લાગણી સાથે પોતાની પ્રગતિમાં ડો. ધીરજભાઈનો અનન્ય સહયોગ મળ્યાનું જણાવી ગેસ્ટ્રોકોપીના મશીન ઉપરાંત સમયે સમયે બિદડા સર્વોદય ટ્રસ્ટને મદદરૂપ થવામાં તેમનો સિંહફાળો હોવાનું લેખાવ્યું હતું.ડો. હર્ષદભાઈ ઉદેશીએ લોકોની સેવા કેમ કરાય તે માટે મસ્કા  ટીબી ક્લિનીકને પોતાનું પ્લેટફોર્મ બનાવવાનું કહ્યું હતું. પોતાની 70 વર્ષની વયમાં 45 વર્ષથી પ્રેકટીશ કરી રહ્યા છે. તેઓએ રીટાયર્ડ નહીં `રી-ટ્રાય'ના સિદ્ધાંતથી આગળ વધવાની નેમ વ્યક્ત કરી હરિપ્રભા અનુમોદના ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ.સિદ્ધાર્થભાઈ લક્ષ્મીકાંત શાહે સ્વાગત પ્રવચન, જયેશ જી. શાહે પ્રસંગ પરિચય આપ્યો હતો. જૈન બેનાત જ્ઞાતિના પ્રમુખ હરનીશભાઈ શાહે બંને સન્માનપત્રનું વાચન કર્યું હતું. ડો. પુલીનભાઈ વસા, ડો. સંજયભાઈ કોઠારી, ડો. કૌશિકભાઈ શાહ, ચંદ્રેશભાઈ શાહ, મહેશભાઈ, મયુરભાઈ, અશોકભાઈ, પરેશભાઈ, રાજુભાઈ, મેહુલભાઈ શાહ, પુનીતભાઈ, કિરણભાઈ, વાડીલાલભાઈ દોશી, ભરતભાઈ વેદ, વિરેનભાઈ, કવીભાઈ, દિનેશ શાહ સહિત હાજર રહ્યા હતા. સંચાલન દર્શનાબેન શાહે જ્યારે આભારવિધિ નલીનભાઈ પટવાએ કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust