ગાંધીધામના સુંદરપુરીમાં 83 લાખના ખર્ચે માર્ગના નવીનીકરણનો આરંભ

ગાંધીધામ, તા. 25 : અહીંના સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકાથી પૂજ્ય ધણીમાતંગ રોડ સર્કલ સુધીના રોડનું 83 લાખના ખર્ચે નવીનીકરણ, રિસર્ફેસિંગનું કામ મંજૂર થતાં ધારાસભ્યના હસ્તે માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુંદરપુરીમાં ધણીમાતંગ દેવ રોડ પર વરસાદના કારણે ઠેરઠેર ખાડાઓ પડી ગયા હતા, જેના લીધે ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ હતી તેમજ નાના-મોટા અકસ્માતના બનાવો ઉજાગર થતા આવે છે.રોડની નવીનીકરણની કામગીરી માટે રૂપિયા 83 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે શ્રીફળ વધેરી પૂજાવિધિ કરી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડનું કામ શરૂ થતાં રસ્તાનો નિરંતર ઉપયોગ કરતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી. આ વેળાએ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજિયા, શહેર મહામંત્રી મહેન્દ્ર જુનેજા, નગસેવકો પ્રવીણભાઈ ધેડા, એ.કે.સિંઘ, દિવ્યાબેન નાથાણી, સરિતાબેન ભઠર, પૂર્વીબેન મેઘાણી, નયનાબેન હિંગણા, કમલ શર્મા, ભરત મીરાણી, સુરેશ ગરવા, મોહન ભાનુશાલી, મનીષાબેન ધુવા, જીડીએના પૂર્વ અધ્યક્ષ મધુકાંત શાહ, સામાજિક આગેવાન મનુભાઈ વણકર, રમેશ સથવારા, વીરજીભાઈ પ્રજાપતિ, વિષ્ણુગિરિ, વિનય દુબે, ધર્મેન્દ્ર મેઘાણી, મહેશ્વરી સમાજના ધર્મગુરુ, સ્થાનિક નેતાઓ, આગેવાનો, ભાજપના કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com