ગ્રામ વિકાસની યોજનાઓથી લોકોનું જીવનધોરણ સુધર્યું

ગ્રામ વિકાસની યોજનાઓથી લોકોનું જીવનધોરણ સુધર્યું
ગાંધીધામ, તા. 25 : અહીંની તાલુકા પંચાયત કચેરી ખાતે તાજેતરમાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ સંદર્ભે એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું હતું, જેમાં આ યોજનાઓને લઇને લોકોનું જીવનધોરણ સુધર્યું હોવાની વિગતો અપાઇ હતી.પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય), સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, નરેગા વગેરે યોજનાઓના માર્ગદર્શન માટે યોજાયેલી આ કાર્યશાળાના આરંભે તાલુકા વિકાસ અધિકારી પિન્કીબેન ચૌધરીએ સૌને આવકાર્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીન નિયામક જી.કે. રાઠોડે તમામ યોજનાઓ અંગે સવિસ્તર જાણકારી આપી હતી.આ યોજનાઓના વિવિધ લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી.આ કાર્યશાળામાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, તા.પં. પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, જિ.પં. સિંચાઇ સમિતિ અધ્યક્ષ ધનજીભાઇ આહીર, તા.પં. કારોબારી અધ્યક્ષ નિખિલ હડિયા, તાલુકાના ગામોના સરપંચ,તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થામાં તા.વિ.અ. ગ્રામ વિકાસ અને અંજનાબેન કોટક તથા તેમની ટીમે સહયોગ આપ્યો હતો. અંતમાં મીઠીરોહર તલાટી અંબારામ વ્યાસે આભારદર્શન કર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust