ગાંધીધામમાં 120 દર્દીની થઇ સારવાર

ગાંધીધામમાં 120 દર્દીની થઇ સારવાર
ગાંધીધામ, તા. 25 : અહીંના જય પરશુરામ સેવા બ્રહ્મસમાજ તથા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તાજેતરમાં પ્રથમ નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 120 જેટલા દર્દીઓની નાની-મોટી બીમારીઓની સારવાર કરાઇ હતી. કેમ્પના ઉદ્ઘાટન વેળા પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજ, સમગ્ર આયોજનના દાતા જગદીશભાઇ અમૃતલાલ પંડયા, જય પરશુરામ સેવા બ્રહ્મસમાજના પ્રમુખ હિતેશભાઇ દવે, તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ આશિષભાઇ જોશી ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ડોકટર વિક્રમભાઇ શુકલા, રશ્મિબેન શુકલાએ દર્દીઓને તપાસીને સારવારનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના દાતા, તબીબો તેમજ હનુમાન મંદિરના મહંત વગેરેનું શાલ ઓઢાડી, પ્રમાણપત્રો આપીને અભિવાદન કરાયું હતું.કાર્યક્રમમાં સંગઠનના વરિષ્ઠ સલાહકાર ચેતનભાઇ જોશી, ધરમશી મસુરિયા, વોર્ડ-3ના નગરસેવક કમલભાઇ શર્મા, ભરતભાઇ વીરાણી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતામાં બંને સંસ્થાઓના હોદ્દેદારો હેમંતભાઇ જોશી, રાજેન્દ્રભાઇ સુરાણી, સૂર્યકાન્તભાઇ ગોડ, અશ્વિનભાઇ ત્રિવેદી, મોહનજી ગોડ, ક્રિષ્નાભાઇ મિશ્રા, નીલેશભાઇ રાજગોર, મુકેશભાઇ બાપટ, રાજેશભાઇ ઝામરિયા, હરિઓમ શુકલા, અશોકભાઇ જોશી, દર્શનભાઇ ગામોટ, રોહિતભાઇ ત્રિવેદી વગેરેનો સહયોગ મળ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust