કચ્છના સત્તામંડળો અંગે હવે પુનર્વિચાર જરૂરી
અદ્વૈત અંજારિયા દ્વારા - ભુજ, તા. 25 : વર્ષ 2001ની 26મી જાન્યુઆરી કચ્છના તવારીખી ઈતિહાસમાં ગોઝારી બની ગઈ. સવારે 9.15ના અરસામાં ધણધણી ઊઠેલી ધરતીએ કચ્છના અનેક લોકોને ઘરવિહોણા બનાવી દીધા, તો એક જ ઝાટકે હજારોના જીવ ગયા. ગુજરાત અને કેન્દ્ર સરકાર સામે સમગ્ર સરહદી જિલ્લાના પુનર્વસનનો મોટો પડકાર ઊભો થયો. એક તરફ હતાશ બની ગયેલા કચ્છવાસીઓને બેઠા થવાના સધિયારા સાથે તત્કાલીન સરકારોએ આ પડકાર ઝીલી લીધો. પુનર્વસનની આ પ્રક્રિયાએ કચ્છમાં ચાર વિકાસ સત્તામંડળોને જન્મ આપ્યો. કાળક્રમે આ સત્તામંડળો મોટાં અને વિસ્તૃત થવા જોઈએ પરંતુ ભૂકંપના 22 વર્ષ પછી આ વિકાસ સત્તામંડળો મહદંશે નકશા મંજૂરી સિવાય કશું જ નહીં કરતા હોવાથી સમગ્ર?કચ્છમાં તેની રચનાના પુનર્વિચારની માંગ ઊઠી રહી છે. સત્તામંડળોને સત્તા આપવા અથવા તો તેને નગરપાલિકાઓમાં વિલીન કરવા રાજકીય આગેવાનો રજૂઆત પણ કરી ચૂક્યા છે. અમદાવાદ જેવા દેશના મહાનગરોમાં આ વિકાસ સત્તામંડળો મહાનગરના વિકાસાર્થે જે રીતે માળખાંકીય કામો હાથ ધરી રહ્યા છે તેવી કોઈ કામગીરી કચ્છના પાંચેય વિકાસ સત્તામંડળો કરતા હોય તેવું જણાતું નથી. ભૂકંપ પહેલાં કચ્છમાં એક જ ગાંધીધામ વિકાસ સત્તામંડળ અસ્તિત્વમાં હતું. તે પછી ભુજ, અંજાર, ભચાઉ અને રાપર વિકાસ સત્તામંડળો અસ્તિત્વમાં આવ્યા. આ વિકાસ સત્તામંડળોમાં થોડાં વર્ષ બોર્ડની રચના થતી રહી. 12થી 15 જણના બોર્ડમાં સરકારી અધિકારીઓની સાથે જનપ્રતિનિધિઓ સમાવાતા હતા. છેલ્લા ઘણા વર્ષથી એક પણ જનપ્રતિનિધિની આ બોર્ડોમાં નિયુક્તિ થઈ નથી. મોટા ભાગના આ સત્તામંડળો દ્વારા ભૂકંપ પહેલાં નગરપાલિકા જે કામગીરી કરતી હતી તે બાંધકામ નકશા મંજૂરી (વિકાસ પરવાનગી) આપવા સિવાય ખાસ કંઈ કામ થતું નહીં હોવાની વ્યાપક ફરિયાદ છે. ભૂકંપ બાદ કચ્છમાં આવેલા વિશાળ ઉદ્યોગોના છત્ર સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસો (ફોકિયા)ના મેનેજિંગ ડાયરેકટર નિમિષભાઈ ફડકેના જણાવ્યા પ્રમાણે ગાંધીધામ વિકાસ સત્તામંડળ (જી.ડી.એ.) તથા અન્ય સત્તામંડળોના નીતિ-નિયમોમાં અંતર હોવાના કારણે જમીનને લગતા અનેક પ્રશ્નો અટવાઈ જાય છે. જો આ સત્તામંડળોમાં લોકપ્રતિનિધિઓ વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com