ભુજ ધોબીઘાટ જમીનના કાયદાકીય જંગમાં ધોબી સમાજની માલિકીની માગણી નકારાઇ

ભુજ, તા. 25 : શહેરમાં હમીરસર તળાવની આવ પાસે આવેલી ધોબીઘાટની જમીન બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં લાંબા કાયદાકીય જંગ બાદ જિલ્લા અદાલત દ્વારા આ જમીન બાબતે મુસ્લિમ ધોબી સમાજની માગણી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ પ્રકરણમાં અઢી દાયકા બાદ કોર્ટ દ્વારા આ નિર્ણય અપાયો છે. છેલ્લા 25 વર્ષથી ચાલ્યા આવતા અને અનેક કાયદાકીય ઉતાર-ચડાવ જોઇ ચૂકેલા આ પ્રકરણમાં થયેલી અપીલની સુનાવણી અત્રેના છઠ્ઠા અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ થઇ હતી. બન્ને પક્ષને સાંભળી અદાલતે આ જમીન બાબતે મુસ્લિમ ધોબી સમાજની માગણી નામંજૂર કરાઇ હતી. કોર્ટના આ ચુકાદાથી ધોબીઘાટની જમીન બાબતે છેલ્લા અઢી દાયકાથી ચાલતા વિવાદનો અંત આવ્યો હતો.  શહેરમાં હમીરસર તળાવની આવ પાસે વર્ષોથી ધોબી સમાજના લોકો કપડા ધોતા અને સુકાવતા આવ્યા છે. આ જમીન બાબતે ધોબી જમાતના પ્રમુખ ઓસમાણ રમજુ ધોબી દ્વારા વર્ષો પહેલાં આ જમીનની જમાતની માલિકી હોવાની માગણી મૂકી હતી. અલબત્ત, આ માગણી નાયબ કલેકટર ભુજ દ્વારા જે-તે સમયે નામંજૂર કરાઇ હતી. મહેસૂલી સત્તાવાળાઓ અને નગરપાલિકાના સત્તાધીશો સામે  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust