ચાર લાખના ચેકના કેસમાં દિયોદરના શખ્સને એક વર્ષની કેદ ફટકારાઇ
ભુજ, તા. 25 : બેન્કમાં નખાયેલો રૂા. ચાર લાખના મૂલ્યનો ચેક પરત ફરવાના કારણે સર્જાયેલા નેગોશિયેબલ ધારાના કેસમાં આરોપી બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ફિરોઝ ફકીરમામદ ચૌહાણને અંજારની અદાલતે એક વર્ષની કેદની સજા કરતો ચુકાદો આપ્યો હતો. અંજાર તાલુકાના વીડી ગામના વિશનજી ધનજી હડિયા દ્વારા આ કેસની ફરિયાદ દાખલ કરાઇ હતી. કેસની સુનાવણી અંજાર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ થઇ હતી. ન્યાયાધીશ જે.એ. પરમારે બન્ને પક્ષને સાંભળી, જરૂરી આધાર-પુરાવા તપાસી આરોપી ફિરોઝ ચૌહાણને તક્સીરવાન ઠેરવતાં તેને એક વર્ષની કેદની સજા કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે સચિન એચ. પલણ, વિનોદ એમ. મહેશ્વરી અને ભરત એમ. અભાણી રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com