મહિલા આઇપીએલની પાંચ ટીમ 4670 કરોડમાં વેચાઇ

મુંબઈ, તા. 2પ : બહુપ્રતિક્ષિત ટી-20 લીગ મહિલા આઇપીએલની ટીમોની હરાજી થઈ ગઈ છે. જેમાંથી બીસીસીઆઇને ધારણાથી વધુ 4669.99 કરોડ રૂપિયા મળ્યા છે. મહિલા આઇપીએલની પાંચ ફ્રેંચાઇઝી અદાણી, રિલાયન્સ, આરસીબી, દિલ્હી કેપિટલ્સ અને કાપરી ગ્લોબલ પ્રા. લી. ગ્રુપે એક-એક ટીમ ખરીદી છે. અમદાવાદની ફ્રેંચાઇઝી માટે અદાણી ગ્રુપે સૌથી મોટી બોલી લગાવી હતી. આ માટે અદાણી સ્પોર્ટસલાઇન પ્રા. લી. બીસીસીઆઇને 1289 કરોડ રૂપિયા ચૂકવશે. અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ અને લખનઉ ફ્રેંચાઇઝી પર બોલી લાગી હતી. આ પાંચ ટીમ મહિલા આઇપીએલમાં ભાગ લેશે. જેની પહેલી સીઝન માર્ચના પ્રારંભે શરૂ થશે. ફેબ્રુઆરીમાં ખેલાડીઓની હરાજી થશે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી અને કહ્યંy હતું કે આજનો દિવસ ક્રિકેટ માટે ઐતિહાસિક છે કારણ કે, મહિલા આઇપીએલની ટીમોની બોલીએ પુરુષ આઇપીએલની બોલીનો વિક્રમ તોડી નાખ્યો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust