અન્ડર-19 મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં
ડરબન, તા. 2પ: આઇસીસી મહિલા અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સેમિ ફાઇનલમાં પ્રવેશ થયો છે. સુપર સિક્સ રાઉન્ડમાં ગ્રુપ વનમાં ભારતીય મહિલા ટીમ 6 પોઇન્ટ અને સારી નેટ રન રેટને લીધે ટોચ પર છે. આથી શુક્રવારે રમનારી સેમિ ફાઇનલમાં ભારતની ટક્કર ગ્રુપ બેની બે ટોચની ટીમ ન્યુઝીલેન્ડ અથવા ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સુપરસિકસ ગ્રુપ વનમાં ભારત સાથે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દ. આફ્રિકા, બાંગલાદેશ અને યૂએઇની ટીમ છે. ફોર્મેટ અનુસાર દરેક ટીમને 4-4 મેચ રમવાના હતા. તમામ ટીમ ગ્રુપમાં ઓછામાં ઓછો એક મેચ હારી છે. બાંગલા ટીમ અને યૂએઇ સિવાય તમામ ટીમના લીગ મેચ પૂરા થઇ ગયા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 6-6 અંક સાથે ટોચ પર છે. ગ્રુપ ટૂમાં ન્યુઝીલેન્ડ તમામ ચાર મેચ જીતી 8 પોઇન્ટ ધરાવે છે. ઇંગ્લેન્ડના 6 પોઇન્ટ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com