હારની બાજી જીતમાં પલટાવી જર્મની હોકી વિશ્વકપની સેમિમાં

ભુવનેશ્વર તા.2પ: હારની બાજી જીતમાં પલટાવીને જર્મનીની ટીમ હોકી વિશ્વ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. આજે રમાયેલી પહેલી કવાર્ટર ફાઇનલમાં જર્મન ટીમનો પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 4-3 ગોલથી યાદગાર વિજય થયો હતો. નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 2-2 ગોલની બરાબરી પર હતી. મેચમાં ઇંગ્લેન્ડ જીતની તદન નજીક હતું. મેચ સમાપ્ત થવાની ત્રણ મિનિટ બાકી હતી ત્યાં સુધી તેની પાસે 2-0ની સરસાઈ હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust