ઊર્જા વિભાગના દિવ્યાંગ કર્મીઓને એલાઉન્સથી હર્ષની લાગણી પ્રસરી

અંજાર, તા. 25 : કેન્દ્ર અને રાજ્યના ઊર્જા વિભાગના દિવ્યાંગ કામદારોને પી.એચ. એલાઉન્સ મળતા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરને રજૂઆત કરાઇ?હતી. તેમણે મુખ્યમંત્રી, ઉર્જામંત્રીને રજુઆત કરતા આ કામદારોને એલાઉન્સ મળતા આ કર્મીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. દિવ્યાંગ કામદારોની લાંબા સમયની માંગણી અને લાગણીના કારણે આવા કામદારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારના દિવ્યાંગ કામદારોને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ચુકવવામાં આવે છે. તેવી રીતે ઉર્જા વિભાગ  હેઠળની વિવિધ કંપનીઓમાં કાર્યરત દિવ્યાંગ કર્મચારીઓ જેમને 7મા પગારપંચમાં અન્ય તમામ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ પી.એચ. એલાઉન્સમાં કોઇ વધારો કરાયો ન હતો. જે અંગે દિવ્યાંગ કર્મીઓએ પૂર્વ રાજ્યમંત્રી તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ વાસણભાઇ આહીરને રજૂઆત કરી હતી. દરમ્યાન પૂર્વ રાજ્ય મંત્રીએ મુખ્યમંત્રી, ઉર્જામંત્રી તથા ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજીંગ ડાયરેકટરને લેખિત, મૌખિક રજુઆત કરી હતી તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારના આવા કામદારોને મળતો લાભ ઉર્જા વિભાગ હેઠળના કર્મયોગીઓને તાત્કાલિક આપવા માંગ કરાઇ હતી. જે અનુસંધાને ઉર્જા વિભાગે પરીપત્ર બહાર પાડી આવા કર્મચારીઓને એલાઉન્સ આપવા જાહેરાત કરી હતી. પૂર્વ રાજ્ય મંત્રીની આ રજૂઆત બદલ તમામ કર્મીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કર્મચારીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust