પ્રજાસત્તાક પર્વે કચ્છમાં ઠેર ઠેર તિરંગાને સલામી અપાશે

ભુજ, તા. 25 : 74મા પ્રજાસત્તાક પર્વે કચ્છમાં વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા ધ્વજવંદન કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સાથે ભૂકંપ દિવંગતોને શ્રદ્ધાસુમન પણ અર્પવામાં આવશે. - જયનગર પ્રાથમિક શાળા : પ્રજાસત્તાક દિવસે શાળાની પૂર્વ વિદ્યાર્થિની જાનવી ઘનશ્યામ મકવાણાના હસ્તે સવારે 9 વાગ્યે ધ્વજવંદન. શાળાની છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.- ખિદમત-એ-ખલ્ક ગ્રુપ : માંડવી ખિદમત-એ-ખલ્ક ગ્રુપ માંડવીના વેપારી અલીમામદ સાલેમામદ લુહારના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ગુરુવારના સવારે 10 કલાકે ગ્રુપની ઓફિસ સામેના ચોકમાં.- અંજાર નગરપાલિકા : 74મા પ્રજાસત્તાક દિવસે સવારના 10.15 કલાકે પ્રમુખ લીલાવંતીબેન દિલીપભાઇ પ્રજાપતિના હસ્તે નગરપાલિકા કચેરી  વોર્ડ નંબર 2 ખાતે ધ્વજવંદન યોજાશે, જેમાં ઉપસ્થિત રહેવા ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી ચેરમેન વિજયભાઇ ડી. પલણ, શાસક પક્ષના નેતા સુરેશભાઇ એ. ટાંક અને દંડક વિનોદભાઇ ચોટારાએ ઇજન આપ્યું છે.- વિજયરાજજી પુસ્તકાલય : કલાવૃંદ ક્લબ તથા વિજયરાજજી પુસ્તકાલયના ઉપક્રમે 26મી જાન્યુઆરીના સાંજે 4.30 કલાકે શહીદોને તેમજ કચ્છમાં ભૂકંપમાં વીરગતિ પામનારાઓને દેશભકિતના ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ `એક શામ શહીદો કે નામ' વિજયરાજજી પુસ્તકાલયના ભૂપતસિંહજી હોલમાં યોજાશે.- માંડવી લીલાધર ભીમાણી પ્રા. શાળા : સ્થાનિક વહીવટકર્તા ધીરેન્દ્રભાઇ ભીમાણીના પ્રમુખસ્થાને શાળાના પૂર્વ છાત્ર ડો. રાહુલભાઇ શાહ (ફિઝિયોથેરાપિસ્ટ)ની વિશેષ ઉપસ્થિતિમાં તેમના હસ્તે સવારે 10 કલાકે ધ્વજવંદનનું આયોજન. ધ્વજવંદન કાર્યક્રમમાં શાળામાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.- મદીના હોસ્ટેલ - માંડવી : સંસ્થાના સહમંત્રી ગુલામહુસેન જી. સમેજાના હસ્તે સવારે 9.30 વાગ્યે હોદ્દેદારો તથા સ્ટાફ?અને છાત્રોની હાજરીમાં તિરંગો ફરકાવવામાં આવશે.- જનકલ્યાણ મેડિકલ સોસાયટી : 74મા પ્રજાસત્તાક દિને તા. 26/1 ને ગુરુવારના  સવારના 9.15 કલાકે, સંસ્થાના પ્રમુખ કિરણભાઇ સંઘવીના હસ્તે ધ્વજવંદન થશે.- ડો. શ્યામાપ્રસાદ મુખરજી  વૃક્ષમિત્ર ગાર્ડન : કંપની કમાન્ડર વર્ગ-2 બોર્ડરવિંગના ઓફિસર દેવતાસિંહ એન. જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાશે. આર.એસ.એસ.ના નવીનભાઇ વ્યાસ, એકતાયાત્રાના રૂપભાઇ ઠક્કર, કેશુભાઇ ઠાકરાણી, સંસ્થાના પ્રમુખ કિરીટભાઇ સોમપુરા ઉપસ્થિત રહેશે. સાંજે દેશભકિત ગીતોની સંગીત સભા, શૌર્ય નૃત્ય અને ભરત નાટયમનું આયોજન કરાયું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust