બોર્ડરવિંગ-હોમગાર્ડના સાત કર્મચારીની મુખ્યમંત્રી-રાજ્યપાલ ચંદ્રક માટે પસંદગી

બોર્ડરવિંગ-હોમગાર્ડના સાત કર્મચારીની મુખ્યમંત્રી-રાજ્યપાલ ચંદ્રક માટે પસંદગી
ભુજ, તા. 24 : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ મુખ્યમંત્રીના પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. તો હોમગાર્ડના એક જવાનને મુખ્યમંત્રી અને એક રાજ્યપાલ ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.પસંદગી પામેલ સુરતસિંહ વાઘજી સોઢા નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે હવાલદારની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવેલ છે. તેઓએ બટાલિયન ખાતેથી આયોજિત કરવામાં આવેલી તાલીમો સફળતાપૂર્વક મેળવી છે. હાલમાં તેઓ સી  કંપની ખાતે ઉપરાંત રૂદ્રમાતા તાલીમ સેન્ટરમાં ફરજ બજાવેછે.વેલુભા મેરામણજી જાડેજા નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવી હતી. તેઓએ બોર્ડર ડયૂટી કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા તેમજ રાજ્ય અને રાજ્ય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે.સવાઇસિંહ ભુરજી સોઢા નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવી બોર્ડર ડયૂટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા સહિત ફરજ બજાવી છે.માવજી હીરા પરમાર નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે લાન્સ નાયકની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવ્યા બાદ હાલે લાન્સ નાયકની ફરજ બજાવી રહ્યા છે. પોપટભાઇ વિશ્રામભાઇ દવે નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે ગાર્ડઝ મેનની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવી બટાલિયન કચેરી ખાતે ડ્રાઇવર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આ એવોર્ડ મળવા બદલ પાંચે કર્મચારીઓને બટાલિયન કમાન્ડન્ટ પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે અભિનંદન પાઠવ્યા હતા. તો હોમગાર્ડ ભુજના ઓફિસર કમાન્ડિંગ વારીસ પટ્ટણીને રાજ્યપાલ ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. આ પૂર્વે તેમને 2017માં  મુખ્યમંત્રી ચંદ્રક મળ્યો હતો. પાકિસ્તાની-બાંગલાદેશી પકડયા સહિતમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો સેકશન લિડર વિદેશી પ્રસાદ પટેલને પણ મુખ્યમંત્રી ચંદ્રક જાહેર થયો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust