હવેથી મોખામાં પણ શુદ્ધ પાણી

ભુજ, તા. 24 : કચ્છના ભૂગર્ભમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી પેટાળના પાણીને લઇને કિડની તથા પત્રી જેવી આરોગ્ય સંબંધિત બીમારીનો ભારે ઉછાળો થયો છે ત્યારે હવે શહેર તો ઠીક પણ?ગ્રામ્ય વિસ્તારમાં પણ શુદ્ધ પાણી મળી રહે તે દિશામાં થઇ રહેલી કામગીરીને લઇને આજે મુંદરા તાલુકાના મોખા ગામે ગ્રામ પંચાયત સંચાલિત આર.ઓ. ફિલ્ટર પાણીના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું હતું. આજે મોખા ગામે ગ્રામ પંચાયત સંચાલિત આર.ઓ. ફિલ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન ગામની સેવામાં તત્પર રહેતા એવા સામાજિક અગ્રણી ચંચચળબેન પ્રવીણચંદ્રભાઇ ગાલા, કલ્પનાબેન હરેશભાઇ?છેડા તથા મોખા સરપંચ હીનાબેન તલકશી ફફલ, લક્ષ્મીબેન કોલી, મોખા પી.સી.બી.એલ. એચ.આર. મનોજ ગુપ્તા અને ઉપસરપંચ રામજી આહીરના હસ્તે કરવામાં આવ્યું હતું. સામાજિક અગ્રણી તલકશી ફફલ મોખા, ગ્રામ પંચાયતના સદસ્યો, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના પુત્ર હિરેન ફફલ, જિજ્ઞેશ હુંબલ, મહિપતસિંહ જાડેજા, ટપુભા જાડેજા, સિકંદર સમા, સાલેમામદ સમા તેમજ દેવશીભાઇ ફફલ, જગમલભાઇ, રાજેશ?ફફલ, મેરાભાઇ આહીર, મહેશ ફફલ, શરીફ સમા, સંદીપસિંહ જાડેજા, મહિપતસિંહ બી. જાડેજા, સુમિત આહીર, આનંદ આહીર, હાર્દિક ફફલ, પચાણભાઇ ફફલ, જખુભાઇ ઉર્ફ ભીખાભાઇ ફફલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com