રામવાવના પરિવારને દીક્ષા અંગીકાર કરવાનો આનંદ

રામવાવના પરિવારને દીક્ષા અંગીકાર કરવાનો આનંદ
ભુજ, તા. 24 : રામવાવના મહેતા પરિવારની 30 દીકરી સાથે મળીને દીક્ષાર્થીઓનું સન્માન રાખવામાં આવ્યું હતું. કુટુંબમાંથી અઢાર બહેનની દીક્ષા થઇ ચૂકી છે, તે જ રામવાવ પરિવારમાંથી એક પૂરો પરિવાર એટલે કે પીયુષભાઇ, પૂર્વીબેન અને તેમનો પુત્ર મેઘકુમાર અને માસિયાઇ ક્રિશકુમાર જ્યારે સંયમ પંથે જઇ રહ્યા હોય તો બહેનોનો આનંદ વિશેષ હોય જ. પહેલાં પણ એક જ માતાની સગી આઠ બહેનોએ દીક્ષા લીધી એ પણ આ રામવાવ પરિવારની બહેનો છે. આજે આ પરિવારમાંથી આખું કુટુંબ જ્યારે દીક્ષા લે છે ત્યારે બહેનોનો ઉત્સાહ અનેરો હોય. બહેનો વતી ભૂમિએ સ્વાગત કર્યું હતું. પીયુષભાઇએ પોતાના પ્રવચનમાં પોતે આ પરિવારના હોવાનું ગૌરવ છે એમ જણાવ્યું હતું. પૂર્વીભાભીએ ગીત રજૂ કર્યું હતું અને ક્રિશકુમારે હવે રજોહરણ ક્યારે મળશે એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે એવું કહ્યું હતું. કંચન અને રોશની બહેને સ્તવન રજૂ કર્યા હતા. બનેવીઓ તરફથી ધીરજભાઇએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. આભારવિધિ હર્ષિદાબેને કરી હતી.  ચારે મુમુક્ષુઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન પૂર્વી બાબરિયાએ કર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust