મુંબઇ (બોરીવલી) ખાતે મણિભદ્ર વીર મહાપૂજનમાં ટી.વી. કલાકારો જોડાયા

મુંબઇ (બોરીવલી) ખાતે મણિભદ્ર વીર મહાપૂજનમાં ટી.વી. કલાકારો જોડાયા
કોડાય, તા. 24 : મુંબઇ (બોરીવલી) ખાતે મણિભદ્ર વીર મહાપૂજનનું આયોજન કોડાય રત્ન મુનિરાજ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાચંદ્ર મ.સા.એ જીવનમાં જીવદયાનાં કાર્ય કરવા શીખ આપી હતી. આ પ્રસંગે ટી.વી. કલાકારો રાજેન્દ્ર ગુપ્તા (બાબુજી), વિશાલ જેઠવા (એક્ટર), શ્રીધર (ડુબા ડુબા) તેમજ આગમ શાહ, વિવેક કદમ, ઉદયભાઇ (પ્રવક્તા-બી.જે.પી. મુંબઇ) સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પૂજનના મુખ્ય યજમાન આગમભાઇ લલિતભાઇ શાહ (ચાણસમા) રહ્યા હતા. ટી.વી. કલાકારોએ પૂજનનો લાભ લીધો હતો. વિધિકાર કેવલભાઇ સાવલા (ડેપા) રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust